Friday, July 27, 2012

‘હું કોણ છું’ ...

હું હવાની જેમ ચારે કોર લ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે;
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

લોક રાખે છે ઈનામો કેટલાં મારા ઉપર, એ વાતની તમને કશી ક્યાં ખબર ?
શોધવું મુશ્કેલ મારું પગેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ એવી જ છે કૈં વાયકા મારા વિશે.
ક્યાંય પણ મારું નથી એકેય દે’રું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી એવી રમત ગમતી મને, ને એટલે -
આંધળે કુટાય છે ક્યારેક બહેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું, ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

હું જ છું જે નશામાં ચૂર થઈને છેક ઈશ્વરના ચરણ પાસે જતો ને આખરે,
કોઈ શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.


- અનીલ વાળા

Tuesday, July 24, 2012

નવી એક લાગણી...

નવી એક લાગણી એવી રીતે મનમાં ફરે,
અજાણી કોઈ વ્યકિત આવ-જા ઘરમાં કરે.

રીઢા આ કોઈ ગુન્હેગાર જેવા શ્વાસ સહુ,
મળે આપણને હરજન્મે ને કાયમ છેતરે.

નથી કાં કોઈપણ પડકારતું એને જરી?
ગલીમાં ચાંદની શકમંદ હાલતમાં ફરે.

હું તો જોયા કરું જુદાઈની બારી થકી,
સજા ખાધેલ આરોપી સમા દિવસો સરે.

'મને તું મૌન દઈને શબ્દ તારો લઈ જજે'
પડી છે એક જાસા ચીઠી મારા ઉંબરે .......

- મનોજ ખંડેરીયા.

Tuesday, July 17, 2012

એક પ્રશ્નપત્ર ....


આજે બધુ જુદી જુદી જગાએથી વાંચીને સાંભળી ને compose કરીને .....

તારા વર્ણન માં શું જણાવે આ જીભ ને આંખો ,
બંને જાગીર છે તારી તું જ એમાં દ્રશ્યમાન આખો...

------------------------------------------------------------

એના જવાબમાં કદાચ..

આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,
તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.

------------------------------------------------------------
એક પ્રશ્નપત્ર ....

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

- ઉદયન ઠક્કર


from:http://layastaro.com/?p=145

------------------------------------------------------------
અને છેલ્લે,

ઓરડાની ભીંતે જડેલી ખીંટીને ફરિયાદ આજ,
તારા નહી લટકાવેલા દુપટ્ટાની ....

- સાકેત શાહ

આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે ?
ને પછી તું સમસમીને ક્યાં જશે ?
એક ખૂણો હાંફવાનો રાખજે…
આમ બધ્ધે આથડીને ક્યાં જશે ?

*
અચાનક લગાતાર … બસ ઓગળે છે.
સઘન રાતનું આ તમસ ઓગળે છે.
કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.

- રઈશ મનીઆર



Monday, July 9, 2012

તું જ તારા કબીરને ઓળખ...


જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.


- હેમેન શાહ


ફ્રેન્ચ કવિ ફ્રાન્સિસ પોંગેનું પ્રવચન શરુ થાય એ પહેલાં સાવ વિચિત્ર ઘટના સભાખંડમાં બેઠેલા સુગ્ન શ્રોતાઓને જોવા મળેલી. કવિએ પોતાની આગળ ગોઠવાયેલા ટેબલને ભેટવાનું અને વહાલ કરવાનુ શરુ કર્યુ. શ્રોતાઓ એ ચાળાથી ભરે અચરજમાં પડી ગયા. તેમને થયું કે કવિનું મગજ ચસકી ગયુ લાગે છે. પછીની ક્ષણોમાં કવિએ ખુલાસો કર્યો અને કહ્યુ - " તમે સહુએ જોયુ કે હુ ટેબલને વ્હાલ કરુ છુ. કારણ જાણવુ છે ? આ ટેબલ એવુ કશુય નથી કરતુ કે પોતે ટેબલ નહી, પણ પિયાનો છે એવી છાપ પડે. " 


- ગુણવંત શાહ 

સાચી વાત છે. આપણે ભાગ્યે જ આપ્ણે જેવા હોઈએ એવા પ્રગટ થતા હોઈએ છીએ. બાકી તો શિષ્ટા્ચાર, સંસ્કૃતિ અને સંસ્કારના નામે અને એવા બીજા કંઈ કેટલાય કારણસર હોઈએ ભલે ટેબલ  પણ પિયાનો અને ખબર નહી શુ શુ બની ને ફરવુ પડે છે, જો કે અહી એક વાત એ પણ છે કે ટેબલને સમાજ નથી હોતો, એની આસપાસ એના જેવા સેંકડો ટેબલ નથી હોતા. એને બીજા પંચાતિયા ટેબલ હેરાન નથી કરતા હોતા. કોઈ ટેબલ બીજા ટેબલની લાઈફ માં ઈન્ટરફીઅર નથી કરતુ ... કેમકે ટેબલ ને ઈમોશન્સ નથી હોતી. એટલે જ ટેબલ હંમેશા ટેબલ રહી શકે છે. પણ માણસ ક્યારેય એક જેવો નથી રહી શકતો કેમ કે એ લાઈવ હોય છે, એની આસપાસ એના જેવા સંકડો માણસ હોય છે, સવાલો હોય છે, પંચાતો હોય છે, દુખ હોય છે, શોક હોય છે અને શોખ હોય છે, સુખ હોય છે, ઈર્શા હોય છે .... અને બહુ બધુ હોય છે ... જે માણસને ખાલી માણસ નથી રહેવા દેતો. પણ આ બધામાં જીવનમાં કેટલીક જગ્યાઓ અને કેટલોક સમય એવો રાખવો જોઈએ માણસે જ્યાં એ માત્ર અને માત્ર એના માણસ તરીકે ના અસ્તિત્વ સાથે પ્રગટ થઈ શકે. ત્યાં એણે પિયાનો બનવાની જરુર ના પડે. અને એવી ક્ષનો આપણે જાતે આપણી લાઈફમાં શોધવાની/ઉભી કરવાને હોય છે. અને એવી ક્ષણોને વધારવાની પણ હોય છે.


અને છેલ્લે,

ધન વિના મોજશોખ માણે છે, કોઈ એવા અમીરને ઓળખ,
તું જ આસન લગાવ અંતરમાં, તું જ તારા કબીરને ઓળખ.


- હરજીવન દાફડા

Thursday, July 5, 2012

એકલતા ...

"એકાંત" અને "એકલતા" મા બહુ ફરક હોય છે. એકાંત એ જાતે પસંદ કરેલી અવસ્થા છે. જ્યારે એકલતા એ આવી પડેલી અવસ્થા છે.  એકાંતની સાથે  હંમેશા શાંતિ જોડાયેલી હોય  છે.... જ્યારે એકલતામાં કદાચ બધુ હોય પણ શાંતિ નથી હોતી ક્યારેય ...  inner peace of mind ........  There is much difference between to be Alone and to be lonely ...  


એકલતા હોય છે બરફ જેવી
નહીં બોલાયેલા હરફ જેવી

તમે જેવું રાખો છો વર્તન
                                       - મારા તરફ
                                             - એના જેવી

એકલતા -
મને પૂછશો નહીં એકલતાનો અર્થ :

અર્થ તો શબ્દને હોય છે….
….મારે માટે તમે શબ્દ નથી
મારે માટે તમે છો
                તમે નહીં બોલાયેલો હરફ

એકલતા હંમેશા હોય છે-
                                     …..બરફ.

મારી પળેપળનાં દહન, વમળનાં વન… એકલતા !
.
 - જગદીશ જોષી

આભાર -layastaro.com