Tuesday, August 30, 2011

કેમ સમજાતો નથી વરસાદ સૌને ?

ખુદ નો સંભળાતો નથી જ્યાં સાદ સૌને !!
છોડ સરવાળા, કરી દે બાદ સૌને.

કેદ છે મારી ભીતર ખૂંખાર સત્યો,
તું કહે તો હું કરું આઝાદ સૌને !!
 
એ સળગતા ઘરમાં વરસો થી રહે છે !
છત ટપકવાની કરે ફરિયાદ સૌને !!

માત્ર એ દેખાય છે સંભળાય છે, બસ,
કેમ સમજાતો નથી વરસાદ સૌને ?

થઇ ગયો કેવો બધાનો લાડકો હું !
જ્યાર થી માની લીધા ઉસ્તાદ સૌને. 
 
- ભાવેશ ભટ્ટ 

Friday, August 26, 2011

દર્પણ લિબાસમાં....

પોલાણ  કેટલાં ભર્યા   નક્કર  પહાડમાં
બોલી રહી હતી નદી દરિયાના  કાનમાં

ખોટોય  અર્થ   નીકળે બસ  એ જ બીકથી
મેં  લાગણી મૂકી  દીધી પાછી કબાટમાં

આ બારણું નથી જરા તું ધ્યાનથી નીરખ
ઉઘાડબંધ    થાય  છે    ચહેરો   કમાડમાં

ખિસ્સા  તપાસતાં  જ  પુષ્પગંધ નીકળી
બદનામ  થઇ ગયો પવન આખાય બાગમાં

સામે ય   આવતાં નથી લોકો    ડરી ગયા
જેવું  જડી  દીધું  અમે    દર્પણ લિબાસમાં....

- ભરત વિંઝુડા


Sunday, August 21, 2011

શ્યામ! તારા રંગે રંગાઈ ...

આવતી કાલે જન્માષ્ટમી છે .... અને જન્માષ્ટમી હોય એટલે શ્રી કૃષ્ણ તો યાદ  આવે જ ને ! અને શ્યામ યાદ આવે તો રાધા ને કેમ કરી ભુલાય ? એક ભગવાન તરીકે નહી પણ  મહાભારતના એક પાત્ર તરીકે પણ જોઈએ તોયે કૃષ્ણ એક અદભુત  અદભુત અદભુત વ્યક્તિ હતા ... કદાચ ભારતના ઈતિહાસ માં એક રામ અને એક કૃષ્ણ ના હોત તો ભારતની સંસ્કૃતિ આટ્લી મહાન અને અજોડ ના હોત ... તો એ અદભુત વ્યક્તિના જન્મ દિવસની ખુશીમા ... એક અદભુત ગીત ... 

શ્યામ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રુપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ- દોથ ચાખી.  

 
શીકાંઓ તોડ મારા વસ્તર તુ  ચોર,
મારી હેલ્યુની હેલ્યુ દે ભાંગી
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બહાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી ....

 
 - વિવેક મનહર ટેલર

Friday, August 19, 2011

કૂતરું ........- by shri Saumya Joshi

इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग  है क्युं ?
तेरा दिल तो इतना बडा है, इन्सानका दिल तंग   है  क्युं?
कदम कदम पर सरहद कयुं है, सारी झमीं जब है तेरी ,
सूरज के फेरे करती है, फिर क्युं इतनी है  अंधेरी ? ................. 
ખબર છે ૧૫મી ઓગસ્ટ તો ગઈ ને એક દિવસ માટે ઢોકળાના પેલા ઈન્સ્ટ્ન્ટ ખીરામા ઉભરો આવે ને ઈન્સ્ટન્ટ શમી જાય એમ ફોનના ઈનબોક્સથી માંડીને સોસીયલ નેટવર્કની સાઈટ્સના સ્ટેટસ પર બધે દેશપ્રેમ ઝળકી ગયો ..... હા ! મોટેભાગે એ ઝળકીને "જતો"  રહે છે .... જો કે હાલ તો  અણ્ણા સાહેબ ના કારણે પણ લોકોમા સારો એવો દેશ પ્રેમ ઝળકી રહ્યો છે .... ખેર આ બધી ચર્ચાઓ તો આસપાસ ને ટીવી ન્યુઝમા જોરશોર થી ચાલે જ છે ... એટલે એની ચર્ચા અહી નથી કરવી ... 
પણ સંદર્ભ સારો નિકળ્યો છે તો શ્રી સૌમ્ય જોષીની અને મારી એકદમ ફેવરીટ આ કવિતા પોસ્ટ કરવાની ઈચ્છા થાય છે  .... આમ તો કવિતા વાચતા પહેલી દ્ર્શ્ટીએ તો એમ જ લાગશે કે આ તો નવરાત્રીમા પોસ્ટ કરવી જોઈએ .... પણ એ જ તો એની ખૂબી છે કવિતાના અંત તરફ વધીએ ત્યારે ખબર પડે છે કે ધીરે ધીરે  એ કેટલી સહજતા થી કેવા ગંભીર સબજેક્ટ પર પહોચી જાય છે ....  એક ખુબ જ રમૂજ ઘટનાથી શરુ થયેલી વાત આખી માણસજાત પર કેવો સેટાયર કરી જાય છે ! ... ચાલો વધારે સસ્પેન્સ ક્રીએટ નહી કરુ .............. આમ તો એને સૌમ્ય સાહેબના અવાજમા સાંભળવી એક લ્હાવો છે ... પણ એને વાચવી અને  સમજવી એ પણ કવિતાના રસિયાઓ માટે તો કાઈ ઓછુ ના કહેવાય !
ગરબે અણઘડ  શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ,
જવાન બુઢ્ઢા બાળક ઘૂમે નવરાતર ને કોલ.

ગોકુળ કરતાં જુદું અહી તો ગોપી એટલા કહાન,
શહેર નામનુ ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન.

વીજ્ળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક,
એવામાં પણ એક કૂતરાએ મૂકી કળજક પોક.

મા્જમ રાત ને ગરબે ઘૂમે ચણિયા-ચોળી- આભલાં,
પણ કૂતરાના ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા.

કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત,
મારા થાંભલા ફરતો ઘૂમે માણસ છે કમજાત.

કૂતરાને કૂતરાપણું રોમરોમથી ડંખે,
આ તે કેવી જાત જે સાલી થાંભલા માટે ઝંખે.

કૂતરું જાણે વણવરસેલું ધોધમાર વાદળિયું,
કયા દેવને પૂજે ને ક્યાં ક્યાં બાંધે માદળિયુ.

કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ,
જ્યાંત્યાં જે તે કરી શકે કોઈની નઈ મરજાદ.

(પણ) આજે પૂંછડે લટકી ગ્યો છે મોટપણાનો ભાર,
થાંભલા વિના કંઈ પણ કરવું ક્યાંનો શિષ્ટાચાર ?

નિયમો હારે સહનશક્તિઓ ધીંગણાઓ કરતી,
કૂતરું અંદર રોકી બેઠું પૂનમ જેવી ભરતી.

રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ,
એટલામાં કૂતરાને આવ્યું જૂનું છાપું યાદ.

શહેર આખું સૂતું'તું બસ કૂતરું છાપું સમજ્યું'તું,
માણસ નામે પ્રાણી કાલે હિન્દુ -મુસ્લિમ થઈ ગ્યું'તું.

કૂતરાને થઈ ગ્યું કે સાલો માણસ કેવી જાત ?
એવો થઈ ગ્યો જાણે કાલે બની ન કોઈ વાત.

આજે હસતો માણસ કાલે ઘરમાં બેસી સડતો'તો,
આજે ગરબે ઘૂમે કાલે મસાણમાં લથ્થડતો'તો.

કૂતરાની આખીયે જાત સહીસલામત ફરતી'તી,
માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખ્ખડતી'તી.

મંદિર મસ્જિદ ગુંબજ ઉપર મોત અજાણ્યું ફરક્યુ'તું,
શાંતિ નામે લાલ કબૂતર માણસ માથે ચરક્યું'તું.

કૂતરાને થઈ ગ્યું કે આ તો લોહી પાડતી જાત,
એની સામે મૂતરું એમાં નથી શરમની વાત.

ભરગરબામાં કૂતરું એનું  ઊંચું કરતું પગ,
માણસ સામે નઈ સંકોરું શરમ નામની શગ.

કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યું મીઠું,
એવામાં એણે ઓલીપાર બીજુ કૂતરુ દીઠું.

( હવે ) કૂતરું ચાટે કૂતરાને ને કરે પ્રેમની વાત,
આપણે ખાલી કૂતરા એ આપણી એક જ જાત.

માણસ કરડે માણસને ને ભડકે બળતું શહેર,
મુઠ્ઠી છે ને પથ્થર છે આ કયા જનમનું વેર ??


- સૌમ્ય જોષી.
 અને છેલ્લે ....
इस दुनिया के दामन पर इन्सान के लहूका रंग है क्युं ?
इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग है क्युं ?  ...

गूंज रही है कितनी चीखें, प्यारकी बातें कौन सुने,
टूट रहें है, कितने सपने, इनके टुकडे कौन चुने ?

दिलके दरवाझों पर ताले, तालों पर ये झंग है कयुं ?
इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग है क्युं ?  ...
  –  जावेद अख्तर

Sunday, August 14, 2011

બધે તડકો ઉડાવીએ ...

જોયેલું હું ભૂલી જઉં ને  બોલેલું કંઇ જાણું નૈ
મારું કામ છે ઇશ્વર જેવું મારું કંઇ ઠેકાણું  નૈ ...

- મકરંદ મુસળે

ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ,  તણખલાંઓ ચાવીએ

ખળ ખળ વહી જતી પળો કાલે ન પણ મળે
થઈએ  ભીનાં  ફરીથી,  ફરીથી  સુકાઈએ

ઉગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં
મુઠ્ઠી  ભરી  ભરી  બધે  તડકો  ઉડાવીએ

વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠા કરી દ્ર્શ્યો  તારવીએ

આંગળીઓ એકબીજાની ગણીએ ધીમે ધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ ...


- હેંમંત ધોરડા

Friday, August 12, 2011

વરસાદમાં ........

"વરસાદમાં" ... એક જ ટાઈટલવાળી બે ગઝલ એક સાથે આજે .... કદાચ કવિ અને કવિયત્રી ની લાગણી પણ ક્યાંક ક્યાંક  સરખા જેવી જ છે  ..................

આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં
ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં

કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં?
રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં

વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવું
તોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં

લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં
તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં

પ્રેમની સિતાર જ્યાં મલ્હારતી સૂનકારમાં
એક દરિયો આંખમાં છલકાય છે વરસાદમાં

એક છત્તર હોય તોયે કેમ એ આઘા રહ્યા ?
કોરી કોરી આ ક્ષણો વરતાય છે વરસાદમાં

ચોતરફ વરસાદ બસ, વરસાદ મૂશળધાર ને
બેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં 

-પ્રજ્ઞા વશી

------------------------------------------

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં,
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

- ‘આદિલ’ મન્સૂરી

Thursday, August 11, 2011

કેમ સમજાતો નથી વરસાદ સૌને ?

 માત્ર એ દેખાય છે સંભળાય છે, બસ,
કેમ સમજાતો નથી વરસાદ સૌને ?
-----------------------------
ભાઈ બીજે તો ખબર નથી પણ અહી તો છેલ્લા બે દિવસથી મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે ...... અને એટલી સરસ રીતે લયબધ્ધ અને તાલબધ્ધ વરસી રહ્યો છે કે બધા કામ મૂકીને બસ એને જ નિરખ્યા કરવાનુ મન થાય .... કાં તો પછી લોંગ ડ્રાઈવ પર  કોઈ ડેસ્ટીનેશન નક્કી કર્યા વગર દોસ્તોની સાથે  બસ વરસતા વરસાદ માં નિકળી પડવાની ઈચ્છા થાય ....................... વરસાદમા વાતાવરણ જ એટલુ રંગીન થઈ જાય છે કે ગમે તેવો સોગિયો માણસ પણ બે ઘડી રોમેન્ટિક મૂડમા આવી જાય ....... તો આવા મસ્ત વાતાવરણમા એકાદ - બે  રોમેન્ટિક કવિતા તો થવી જ જોઈને !  :)
 ---------------------

છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાપામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!

तुम मोसम मोसम लगते हो
जो पल पल रंग बदलते हो

तुम सावन सावन लगते हो
जो बससों बाद बरसते हो

तुम सपना सपना लगते हो
जो मुझको कम कम देखते हो

तुम पळ पळ मुजसे लडते हो
पर फीर भी अच्छे लगते हो

बात तो है शर्मीली सी
पर कहेने को दिळ चाहता है

लो आज तुम्हे यह कह डाला
तुम अपने अपने लगते हो ! .....

અને છેલ્લે ....

શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે,
આગમનની શક્યતાનો બારણે વરસાદ છે.. .......... 

ફરી એકવાર વરસાદ મુબારક ...

Tuesday, August 9, 2011

काँच की बरनी और दो कप चाय ...

છે ઘડી ધન્ય, ધન્ય પળ મિત્રો,
આંખ છે સ્નેહથી સજળ મિત્રો.
હોય સદ્.ભાગ્ય હષૅ તો જ મળે,
ખૂબ સહેલાઈથી સરળ મિત્રો.

- હષૅ બ્રહ્મભટ્ટ


આમ તો ફ્રેન્ડ્શીપ ડે ૭મી ઓગસ્ટે ગયો ... પણ સમયના અભાવે અહી નવુ કંઈ પોસ્ટ ના થઈ શક્યુ ... આમ પણ સરવાણી પર મૂકાતી પોસ્ટ ક્યારેય કોઈ દિવસને આધીન રહી નથી ... અહી તો લાગણીઓની ઉજાણી ગમે ત્યારે અને 'ગમે ' ( whenever like ) ત્યારે થાય છે ... વળી ' દોસ્ત, ફ્રેન્ડ, મિત્ર, સખા/ સખી ' ....  એ અનોખા સંબંધ વિષે લખવા બેસીએ તો શબ્દો ખૂટી પડે એટલુ લખી શકાય ... તો પણ આ લખવા- વાંચવાનો નહી , આ તો દોસ્તોની સાથે રહી, એમને maximum હેરાન કરીને truly by heart  feel કરવાનો દિવસ  છે. ચલો, વધુ વાતો નથી કરવી .... કેમકે આ સ્ટોરી કહેવી છે ....
 
काँच की बरनी और दो कप चाय ...
 
एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे आज जीवन का एक 
महत्वपूर्ण पाठ पढाने वाले हैं...

उन्होंने अपने साथ लाई एक काँच की बडी़ बरनी ( Jar ) टेबल पर रखा और उसमें
टेबल टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद 
समाने की जगह नहीं बचे...  उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई 
? हाँ... आवाज आई...
फ़िर प्रोफ़ेसर साहब ने छोटे-छोटे कंकर (Stone) उसमें भरने 
शुरु किये धीरे-धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें  जहाँ जगह खाली 
थी , समा गये, फ़िर से प्रोफ़ेसर साहब ने पूछा, क्या अब बरनी भर गई है, छात्रों 
ने एक बार फ़िर हाँ... कहा 
अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले-हौले उस  बरनी में रेत डालना शुरु किया, वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई, अब छात्र अपनी नादानी पर हँसे... फ़िर प्रोफ़ेसर साहब ने पूछा, क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ.. अब तो पूरी भर गई है.. सभी ने एक स्वर में कहा..
सर ने टेबल के नीचे से चाय के दो कप निकालकर उसमें भरी चाय जार में डाली, चाय भी रेत 
के बीच स्थित थोडी़ सी जगह में सोख ली गई...

प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया – 
इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो.... 
टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान, परिवार, बच्चे, मित्र, स्वास्थ्य और शौक हैं,
छोटे कंकर मतलब तुम्हारी नौकरी, कार, बडा़ मकान आदि हैं, और 
रेत का मतलब और भी छोटी-छोटी बेकार सी बातें, मनमुटाव, झगडे़ है... 

अब यदि तुमने काँच की बरनी में सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की गेंदों 
और कंकरों के लिये जगह ही नहीं बचती, या कंकर भर दिये होते तो गेंदें नहीं भर 
पाते, रेत जरूर आ सकती थी...

ठीक यही बात जीवन पर भी लागू होती है... यदि तुम छोटी-छोटी बातों के पीछे पडे़ 
रहोगे और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो त तुम्हारे पास मुख्य बातों के लिये 
अधिक समय नहीं रहेगा... मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है 
चाहे अपने बच्चों के साथ खेलो, बगीचे में पानी डालो , सुबह पत्नी के साथ घूमने 
निकल जाओ, घर के बेकार सामान को बाहर निकाल फ़ेंको, मेडिकल चेक- अप 
करवाओ.........  टेबल टेनिस गेंदों की फ़िक्र पहले करो,  वही महत्वपूर्ण है... पहले तय 
करो कि क्या जरूरी है...  बाकी सब तो रेत है..

छात्र बडे़ ध्यान से सुन रहे थे... अचानक एक ने पूछा, सर लेकिन आपने यह नहीं बताया कि 'चाय के दो कप' क्या हैं ? प्रोफ़ेसर मुस्कुराये, बोले.. मैं सोच ही रहा था कि अभी तक ये सवाल किसी ने क्यों नहीं किया...

इसका उत्तर यह है कि, जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे, लेकिन अपने 
खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिये ।

..............................
અને છેલ્લે,

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ.....

Friday, August 5, 2011

પ્રસાદ છે. ...

આ મુકટની ક્યાં કશી ઓકાત છે,
માથા ઉપર એક ફકીરનો હાથ છે.
 
આ નજર મારીજ હિંડોળો થઈ ગઈ,
એનું થાનક કેટલું રળિયાત છે.
 
અક્ષરે અક્ષરે હવે લ્યો છે અલખ,
શબ્દે શબ્દે  લ્યો હવે શંખનાદ છે.
 
મંત્રેલા દોરા જેવો શ્વાસ આ,
આપણો ઉચ્છવાસ પણ રુદ્રાક્ષ છે.
 
આસ્થા જો હોય તો ચાખીને જો,
ગાલગા કેવળ નથી –પ્રસાદ છે.

- અદમ ટંકારવી

Thursday, August 4, 2011


હંમેશા પથ્થરોમાં જ ઈશ્વરને જોવા ટેવાયેલા મનુષ્યને પોતાની આસપાસ પ્રસરેલી પ્રકૃતિમાં ખબર નહી ક્યારે ઈશ્વરના દર્શન થશે ! અને જો આમ થાય તો દુનિયા મોટાભાગના આશ્રમ અને પંથ બંધ થઈ જાય ... કદાચ ઠેર-ઠેર અને ઘેર - ઘેર પ્રકૃતિશ્રમ આપો આપ જ રચાઈ જાય .... 


 કોઈ વ્રુક્ષ કપટી નથી હોતુ
કોઈ પંખી ભ્રષ્ટ નથી હોતુ
કોઈ વાદળ કંજુસ નથી હોતુ
પર્વત જેટ્લો ઉંચો,
તેમ એની ખીણ ઉંડી.
મહાસાગર ગહન - ગંભીર ખરો
પણ એનો ઉમળ્કો તો અનંત
તરંગરાશિ પર સદાય ઉછળતો જ રહે છે.
નદીના હ્ર્દયમાં ભેદભાવ નથી હોતો
સાધુ જેવા દેખાતા ગમે તે માણસોનો
ચરણસ્પર્શ કરવા માટે પાગલ બનીને
પડાપડી કરનારા લોકોને
ઉપર ગણાવ્યા તેવા
ભવ્ય અને દિવ્ય ગુરુસ્થાનો
નજરે નહી પડતા હોય ???


- ગુણવંત શાહ