હું નથી પૂછતો ઓ સમય કે હજી! તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા?
ઓ ખુદા આ ફરેબોની દુનિયા મહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?...
સમય બહુ ઝડપથી પસાર થઈ રહ્યો છે ! હજી હમણાં જ ગયેલો વેલેન્ટાઈન ડે પાછો આવી ગયો! ફરી એ જ માહોલ. માર્કેટીંગ અને મટીરીયાલીઝમ ... હનિની પાછળ ખર્ચાઈ જતા મની ... બટ જે શબ્દ કે ફીલીંગ્સ માટે આ દિવસે આટલા ઉધામા થાય છે એ ત્રણ શબ્દ "આઈ લવ યુ " એ તો પુરુષો તરફ્થી સહુ થી વધુ પ્રમાણમાં બોલાતુ જુટ્ઠાણુ છે. આવુ અમેરિકાની એક ડોરી હોલેન્ડર નામની સાઈકોલોજીસ્ટનું સંશોધન છે. સૌરભ શાહના એક પુસ્તકમાંથી આ રસપ્રદ સંશોધનમાના કેટલાક અંશો ......
...................................................................................
અમેરિકાની ડોરી હોલેન્ડર નામની એક સાઈકોલોજીસ્ટે પુરુષોના જુઠ્ઠાણા વિષે ઊંડો અભ્યાસ કર્યો છે. એ કહે છે કે સ્ત્રી સમક્ષ બોલાતું પુરુષનું સૌથી મોટૂ જુઠ્ઠાણુ છે :
આઈ લવ યુ. - હુ તને ચાહુ છુ અથવા થોડાક હળવા ડોઝમાં , તુ મને ખુબ ગમે છે. આ પુરુષો તરફથી સ્ત્રીઓ સમક્ષ વારંવાર ઉચ્ચારાતુ સૌથી મોટૂ અસત્ય છે.
બીજુ અસત્ય - તું જ તો છે એક્માત્ર મારા જીવનમાં
ત્રીજુ અસત્ય - તારા પહેલા મને ક્યારેય કોઈના માટે આવી લાગણી થઈ નથી.
ચોથુ - આજે કામ બહુ છે એટ્લે ઓફિસેથે આવતા મોડુ થશે.
૫ - તારી આંખો બહુ સુંદર છે.
૬ - તારી સામે તો હુ જુઠ્ઠુ બોલી શકુ જ કેવી રીતે!
૭ - હા ખાસ નહી પણ કોઈ વખત બિયર પી લઉ છુ.
૮ - એની સાથે સંબંધ તૂટી ગયા પછે હુ ક્યારેય એને મળ્યો નથી.
૯ - ના રે ના તુ જંઈ એવી જાડી નથી લાગતી ...
૧૦- એક તુ જ છે જે મને સમજી શકે છે ..
૧૧ - હુ તને પ્રોમિસ આપુ છુ કે આ બાબત મા હુ બદલાઈ જઈશ.
૧૨ - મને ને મારી પત્નિ ને ઘણુ સારુ બને છે.
૧૩ - તુ ખરેખર બહુ સારી છે તને તો મારા કરતા વધારે સારો પુરુષ મળવો જોઈતો હતો ..
૧૪ - ના હુ એવુ બોલ્યો જ નથી ક્યારેય ..
૧૫ - તુ મારી પાસે હોય ત્યારે મને બહુ સારુ લાગે છે ..
૧૬ - તુ જે કહીશ એ હુ કરીશ
૧૭ - મને કંઈ સેક્સ માટે જ તારામા રસ છે એવુ નથી, તારી સાથે વાત કરવાનુ મને ખૂબ ગમે છે.
૧૮ - હા, તુ કહે ને તારે જે કહેવુ હોય તે , હુ સાભળુ છુ .... (list is long ...)
શુ સ્ત્રીઓ પુરુષો સમક્ષ ક્યારેય જુઠ્ઠુ નહી બોલતી હોય ? સંબંધોમાં જુઠ્ઠુ શા માટે બોલવામાં આવતુ હોય છે? શુ છેતરપીંડીનો કે ચારસો વીસી કરવાનો જ આશય હોય છે ? કે પછી મોટુ ખોટુ ના બોલવુ પડે એટ્લે નાના જુઠ્ઠાણાનો ઉપયોગ થાય છે ? દરેક અસત્યને બે બાજુ હોય છે. એક બાજુને પુરુષ જોતો હોય છે, બીજી બાજુ સ્ત્રીને દેખાતી હોય છે.
સ્ત્રીઓના જુઠ્ઠાણા પુરુષો જેટ્લા ખુલ્લા કે પ્રગટ નથી હોતા એવુ માનસશાસ્ત્રી ડોરી હોલેન્ડરનુ માનવુ છે. એમના મતે સ્ત્રીઓ અપ્રામાણિક છે એટલા માટે નહી પણ પુરુષ નારાજ ન થાય એટલા માટે જુઠ્ઠાણુ બોલતી હોય છે.અહી પુરુષો વતી મારે એ ઉમેરવાનુ છે કે પુરુષો પણ અપ્રામાણિક હોય છે એ માટે નહી પરંતુ સ્ત્રી નારાજ ના થાય તે માટે જુઠ્ઠાણુ બોલતા હોય છે.
સંબંધોમાં ઓછુવત્તુ જુઠ્ઠાણુ દરેક જણ બોલતુ હોય છે. પુરુષો બેદરકાર હોય છે અને ગફલત કરતા પકડાઈ જાય છે . સ્ત્રીઓ સ્માર્ટ અને ચાલાક હોય છે.તેઓ પકડાતી નથી. આખીય વાતનો સાર શો ? સંબંધોમાં જુઠ્ઠુ ક્યારેય ન બોલવુ એ? ના. ખોટુ બોલતા ન પકડાવાની કળા પુરુષોએ શીખી લેવી અને એ શીખવા સ્રીઓને ગુરુપદે સ્થાપવી .... :-)
- સૌરભ શાહ
....................................................................................
તો આ વેલન્ટાઈન ડે પર જરા સાવધાન ...
અને છેલ્લે,
વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન,
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન.....
-નિદા ફાઝલી
તે જે નથી કહી એ બધી વાત યાદ છે :
તે જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !...
- સુરેશ દલાલ
તું હ્રદયથી જ કામ લઇ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે. ......................................
No comments:
Post a Comment