આજે સાત સંકલ્પો મા-બાપ એ કરવા જેવા ... બાકીના સાત સંકલ્પો નેક્સ્ટ ટાઈમ ... :)
મા-બાપોએ કરવા જેવા સાત સંકલ્પો
૧. સંતાનોને ક્યારેય પૂછવુ નહી કે નવા વર્ષનો સંકલ્પ શો કર્યો? શક્ય છે કે એવુ સાંભળવા મળે કે તમારી આજ્ઞાનુ પાલન નહી કરવાનુ.
૨. ભૂતકાળમાં લીધેલા પણ અધૂરા રહી ગયેલા સંકલ્પો યાદ કરી કરીને એની ખાંભી પર દર વર્ષે ફૂલ ચડાવવા જવાની ટેવ છોડી દેવી.
૩. અડધી જિંદગી બીજાઓનું અનુકરણ કરી કરીને ગાળી અને હવે બાકીની જિંદગી સંતાનો આપણું અનુકરણ કરીને ગાળે એવી મહેનત કરવામાં વેડફી દેવાને બદલે મોડેમોડે પણ પોતાની રીતે અને પોતાની શરતે જીવીશુ એવો નિર્ધાર કરવો.
૪. છોકરાંઓ આપણા કહ્યામાં ના રહે એનાં કરતાં આપણે છોકરાંઓના કહ્યામાં હોઈએ એવી રીતે જીવવાનો નિર્ણય કરવો. જિંદગી ઓછી મગજમારીભરી અને વધુ જલસાવાળી લાગશે.
૫. તબિયતની વધુ પડતી ચિંતા કરીને શરીરને પંપાળ્યા કરવાને બદલે લહેરથી ખાવું, હરવું ફરવું અને ઉજાગરા કરવા. ચિંતાઓ કરીને શરીરને હેરાન કરવા કરતાં જલસાના ઉજાગરાઓથી શરીર હેરાન થાય એમાં ઓછુ નુકસાન છે.
૬. આર્થિક મંદી માટે સરકારને જવાબદાર ઠેરવવાને વાતો કરવાને બદલે નાકા પરના પાનવાળાના ગલ્લા પર આંટો મારી આવવો. ત્યાં દર્પણ પર ચિટકાડેલા ગીતાસારના સ્ટિકર પર લખેલુ વંચાશે - તુમ્હારા થા હી ક્યા જો ખો જાયેગા !
૭. સંતાનોનાં લગ્નમાં લાખો રુપિયાનો ખર્ચ કરી નાખવાને બદલે જેટ્લો ખર્ચ કરવો હોય એટલી રકમમાં આવે એવો નાનોમોટો પણ એક સ્વતંત્ર ફ્લેટ લઈને એમને આપી દેવો. ભવિષ્યમાં છોકરાંઓ એ ફ્લેટને 'માતૃછાયા' કે 'પિતૃછાયા' એવું નામ આપીને આપણને જિંદગીભર સારી રીતે યાદ કરશે.
- સૌરભ શાહ

No comments:
Post a Comment