આજે કેટલાક ક્લોઝ અપ .... ચંદ્રકાંત બક્ષીના રમૂજ કાંડમાથી ...
વૃધ્ધાવસ્થા : વર્તમાનપત્રોમાં જ્યારે સમાચારો કરતાં તંત્રીલેખ વાંચવામાં તમે વધારે સમય બગાડો ત્યારે સમજવુ કે તમે વૃધ્ધ થઈ ગયા છો.
ગૃ હિણીનો સ્વભાવ : ચા નો રંગ જોઈને ખબર પડી જાય ...
ગભરાટ : એ માનસિક સ્થિતિ જ્યારે અંગ્રેજીમા લખેલુ " નાગાલેન્ડ " "મગનલાલ " વંચાય.
સ્ટોન : એક બાહ્ય પદાર્થ જે ડાહ્યા માણસોની કીડનીમાં અને સવાઈ ડાહ્યા માણસોને માથામાં હોય છે.
સાળી : સીસ્ટર ઈન લો થી સ્વિટહાર્ટ ઈન લો વચ્ચેની એક સંબંધી.
સુટકેસ : લગ્નમાં અપાતી એક ભેટ. ભાગીને લગ્ન કરવુ હોય તો અથવા લગ્ન કરીને ભાગી જવુ હોય તો કામ આવતી એક વસ્તુ. હનીમૂનથી મહાભિનિષ્ક્રમણ સુધી સાથે રહે છે.
સૂર્યાસ્ત : મૃત્યુના જન્મનુ સૌંદર્ય.
લગ્ન : એ સમાજ વ્યવસ્થા જેમાં એક હાથે જ તાળી પડતી હોય છે.
ડાયટીંગ : શરીર માટે સારી અને ચહેરા માટે ખરાબ એવી સ્વાસ્થ્ય - પ્રવૃત્તિ.
જીવવુ : બીજા માટે મરવુ.
કલાકાર : એ મનુષ્યપ્રાણી જે મિત્રો વિના જીવી શકે પણ શત્રુઓ વિના જીવી શકતુ નથી.
રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઉઠ્વા વિશે : આ ક્વોલીટી વીરની ગણવામા આવે છે. ( એ અર્થમા ) સહુથી વીર દૂધપીતા બાળકો છે એ વહેલા સૂઈને વહેલા ઉઠે છે.
કમજોર, ગુસ્સા બહોત : ચુનાના ઢગલા જેવી સ્થિતિ. ચૂનાના ઢગલા પર ઠંડુ પાણી નાખો તો પણ ગરમ થઈ જાય. અગ્નિ ન નિક્ળે પણ ચૂનો તતડ્યા કરે. કેટલાક માણસોનો આ સ્વભાવ હોય છે.
સેક્સ ગેપ : જનરેશન ગેપ પછીનુ ગુજરાતી પ્રગતિનુ આ બીજુ ચરણ.

No comments:
Post a Comment