પોલો કોયેલોની " The Alchemist " બૂક વિષે આ પહેલા પણ અહીં ઉલ્લેખ કર્યો છે. આજે ફરી એક્વાર "what is Love " પર એમા વાર્તાના નાયકના મોઢે કહેવાયેલી કેટલીક અદભુત વાતો...
કથાનો નાયક યુવાન સેન્ટિગો પોતાને વારંવાર સપનામા દેખાતા ખજાનાને શોધવા નિકળી પડ્યો છે ઈજિપ્તના પિરામિડો તરફ અને ત્યા પહો્ચવા માટે એણે વિશાળ રણ પસાર કરવાનુ છે ... રણમા એક કીમિયાગર એને પિરામિડ સુધી લઈ જવામા મદદ કરે છે ...
આજે કંઈ કેટલીયે મુસીબતો ને અંતે સેન્ટિગો પિરામિડોથી થોડાક જ દિવસોના અંતરે રણમાં હોય છે ને ત્યાં જ એ અને કિમિયાગર રણમા વસતી એક આદિવાસી જાતિના સરદાર ધ્વારા ગુલામ બનાવી દેવામા આવે છે ..... સેન્ટિગો ને કિમિયાગર સરદારની આગળ ઉભા છે ને સેન્ટિગોને મનમા થાય છે કે બસ મોત આવ્યુ જ સમજો. ત્યા જ કિમિયાગર સરદારને કહે છે કે " હુ તો રખડુ માણસ છુ. અને આ છોકરાને રણ પસાર કરવામા મદદ કરી રહ્યો છુ પણ આ છોકરો કઈ મામુલી છોકરો નથી, એને ચમત્કાર કરતા આવડે છે. એ હવા , પાણી, આકાશ, આગ સાથે વાત કરી શકે છે. એ પવન બનીને તમારા આ તંબુઓ ઉખાડી શકે છે ..." બધા આ સાંભળી હસવા લાગે છે પણ સરદાર ને આવા જાદુમા રસ પડે છે ને કહે છે કે મારે આ છોકરાના ચમત્કાર જોવા છે. કિમિયાગર આના માટે ત્રણ દિવસ માગે છે.
આ બાજુ સેન્ટિગો તો સાવ આભો જ બની જાય છે. એ ડરી જાય છે. ને જેવા સરદારના તંબુમાથી બહાર નિકળે છે કે એ કિમિયાગર પર વરસી પડે છે.
સેન્ટિગો - " તમે મને ક્યા ફસાવી દીધો મને પવન-બવન બનતા નથી આવડતુ "
કિમિયાગર-" જે માણસ પોતાના નસીબ ને પામવા નિકળ્યો હોય એને બધુ આવડે.તુ ડરીશ તો ખરેખર કઈ નહી કરી શકે"
સેન્ટિગો -"અરે પણ તમે સમજો તો ખરા! જે કરતા મને આવડતુ નથી એ કરવા જઈશ તો નિષ્ફળતા જ મળશે "
કિમિયાગર-"જો તને પવન બનતા નથી આવડ્તુ તો શીખવા માડ. તારી જિંદગીનો સવાલ છે"
સેન્ટિગો - "પણ જો મારાથી પવન ના બનાયુ તો ! "
કિમિયાગર- "તો મરી જજે! પોતાના ખજાનાની શોધ કરતાકરતા મરવુ તે બહેતર છે. કેટ્લાય લોકો તો પોતાના નસીબને પામવાનો પ્રયત્ન કર્યા વગર જ મરી જાય છે .પણ તુ ડર કાઢી નાખ. મરવાનો ડર માણસને ભલભલા પાઠ ભણાવી દે છે"
એક દિવસ તો એમ જ વીતી જ જાય છે . બીજા દિવસે ડરેલો સેન્ટિગો રણની એક ટેકરી પર બેઠેલો હોય છે. શાંતિથી એકલા બેઠાબેઠા સેન્ટિગોએ રણમાં, પવનમાં અને આકાશના ભૂરા રંગમા પોતાનુ મન પરોવા માંડ્યુ. એ આંખો બંધ કરીને પોતાના અંતરમાથી આવતા અવાજ્ને સાભળવા લાગ્યો. રણ, પવન, આકાશ સેન્ટિગોનુ મન બધા જ એની સાથે વાત કરતા હતા. ને સેન્ટિગો સાંભળી રહ્યો.
હવે સેન્ટિગો શાંત હતો. એને ભરોસો આવી ગયો કે એ સમગ્ર સૃષ્ટિ સાથે વાત કરી શકે છે . પવન પણ બની શકે છે. ત્રીજો દિવસ થાય છે. પેલો સરદાર સેન્ટિગોને ચમત્કાર બતાવાનો હુકમ કરે છે. સેન્ટિગો બધાને ત્યા જ ઉભા રહેવાનુ કહી રેતીની એક ટેકરી પર ચડે છે. આગલા દિવસની જેમ એ રણને ધ્યાન થી જોવા લાગે છે.ને એને રણમાથી શબ્દો સંભળાય છે, " ફરીવાર કેમ આવ્યો ? તારે શુ જોઈએ છે ?"
સેન્ટિગો,"તારા વિરાટ શરીર પર એક દ્વીપ છે. એમા મોટીમોટી આંખોવાળી એક છોકરી રહે છે. હુ એને પ્રેમ કરુ છુ. મારે એની પાસે જવુ છે મને મદદ કર."
રણ, " પ્રેમ એટ્લે શુ ?"
સેન્ટિગો," બાજ પક્ષી તારી પર ઉડે છે. તારી કૂખમા ઉછરતા અન્ય જીવોનો તુ એને શિકાર કરવા દે છે એ પ્રેમ છે."
રણ," પણ બાજ આમ કરે છે ત્યારે મરો જીવ કપાઈ જાય છે કેમ કે એ શિકાર મારી કૂખ મા ઉછર્યો હોય છે."
સેન્ટિગો," બાજ જે શિકાર કરે છે એ અમે પણ ખાઈએ છીએ અને અમે બીજાને ખોરાક આપીએ છીએ, અન્ય જીવોનુ પણ પોષણ કરીએ છીએ. બાજ ભક્ષણ કરી શકે એટ્લે જ તારામા પ્રાણીઓ શ્વાસ લે છે. જીવનચક્ર આમ જ ચાલે છે."
રણ, "એને પ્રેમ કહેવાય ?"
સેન્ટિગો, "હા , એક બીજાનુ પોષણ ને કાળજી એ જીવનનો નિયમ છે. પ્રેમ એ જીવનનો નિયમ છે."
રણ, "તારી વાત સારી છે. પણ મને સમજાતી નથી."
સેન્ટિગો,"તને એટલુ તો સમજાય છે ને કે મારે પેલી છોકરી પાસે જવુ છે. મારે પવન બનવુ છે."
રણ," હુ તો તને મદદ કરીશ જ . તને રેતી આપીશ પણ તારે પવનની પણ મદદ લેવી પડશે."
સેન્ટિગો થોડીવાર આંખો બંધ કરી દે છે. ધીમે ધીમે પવન ફૂકાવા લાગે છે.
સેન્ટિગો પવનને, "મને મદદ કર. જે છોકરી દૂર દૂર ધ્વિપમા તને ચૂમે છે એની પાસે મારે જવુ છે. એના સંદેશા તુ જ મારે પાસે લાવે છે"
પવન," તુ મારા જેવો ના થઈ શકે. પવન અને માણસ મા મોટો તફાવત છે"
સેન્ટિગો," ના એવુ નથી. માણસનુ શરીર પવન, આગ, માટી, પાણી ને આકાશનુ બનેલુ છે. આ પ્રકૃતિનો જેમ તુ એક ભાગ છે એટલો જ મહત્વનો ભાગ હુ પણ છુ. આપણા બધાના સર્જનહાર એક જ છે. તુ મને પવન બનાવી દે તો તને પ્રેમ શુ છે એ સમજાશે. હુ પવન બનીશ જ કેમકે હુ પેલી છોકરીના પ્રેમ મા છુ. પ્રેમ મા માણસ ગમે તે કરી શકે. પવન પણ બની શકે. તારે મને મદદ કરવી જ પડે. "
પવન ,"પ્રેમ ની આવી શક્તિની તો મને ખબર નથી.મે ઘણી વાર જોયુ છે કે લોકો પ્રેમ ની વાતો કરતાકરતા ઉંચે સૂરજ તરફ જોતા હોય છે. આપણે સૂરજ ને પૂછીએ."
સેન્ટિગો કહે છે ," મે ક્યા ના પાડી છે. તુ એવી રીતે વહેવા માડ કે મારી આસપાસ રેતીની દિવાલ રચાઈ જાય."
પવન વધુ જોર થી વહેવા માડે છે. સેન્ટિગોની આસપાસ રીતી ઉડવા લાગે છે.સેન્ટિગો સીધો જ સૂરજ ની સામે જોવે છે અને પૂછે છે," તને પ્રેમ એટલે શુ ખબર છે ?"
સૂરજ," આપણે બધા સૃષ્ટિના આત્માનો ભાગ છીએ. એ આત્મા પાસેથી હુ શીખ્યો છુ કે પ્રુથ્વીના નાનામોટા જીવોનુ પોષણ કેવી રીતે કરવુ. મને એ ખબર છે કે જો હુ બે ડગલા પણ આગળ આવુ તો પૃથ્વીના જીવો બળીને રાખ થઈ જાય. પણ એમ વિનાશ કરવો એ મારી શક્તિ નથી. મારી શક્તિ હુ જ્યા છુ ત્યા રેહીને બધાનુ પોષણ કરવામા રહેલી છે. આમ બધા ને જીવન આપવુ એ પ્રેમ છે. પ્રેમ કરવો એટલે કાળજી કરવી, આપવુ અને પોષવુ. "
સેન્ટિગો," તુ કહે છે એ પ્રેમ તો છે જ પણ પ્રેમ એનાથી પણ વધુ છે."
સૂરજ," છોકરા તુ એવુ કેમ કહે છે કે મને પ્રેમ એટલે શુ એ ખબર નથી ? "
સેન્ટિગો," તારી જેમ દૂર દૂર રહી જોયા કરવામા પ્રેમ નથી. પ્રેમ હમેશા બીજાને સુધારે છે અને એક રીતે દુનિયાને સુધારે છે. આ સૃષ્ટીનો આત્મા પણ નબળો હોય છે. આપણે આપણા પ્રેમ વડે એને સુધારવો પડે છે. આપણે સારા બનીએ તો વિશ્વ સારુ બને, આપણે ખરાબ બનીએ તો વિશ્વ પણ ખરાબ બને એટલે જ પ્રેમ મહત્વ નો છે. જ્યારે જ્યારે માણસ કોઈને પ્રેમ કરે ત્યારે ત્યારે પોતાની જાતને અને બીજાને વધારે સારા બનાવાનો પ્રયત્ન કરે છે અને આમ પોતાની આસપાસની દુનિયાને વધુ સારી બનાવે છે."
સૂરજ, " સારુ તારે મારી પાસેથી શુ જોઈએ છે ?"
સેન્ટિગો, "મારે પવન બનવુ છે."
સૂરજ, "તને પવન બનાવતા મને નથી આવડતુ. તુ આપણા સર્જનહાર, આપણા બધાના નસીબના લખનારને જ પૂછને ! "
સેન્ટિગો આંખો બંધ કરી દે છે. પવન વધુ જોરજોર થી વહે છે. રેતી પણ વધુ જોર થી ઉડવા લાગે છે. પણ સેન્ટિગોના મનમા શાંતિ હોય છે. એને કોઈ અવાજ સંભળાતો નથી. એના મનમાં પ્રાર્થનાના શબ્દો ઉગવા માડે છે. આ પહેલા ક્યારેય એણે આવી પ્રાર્થના કરી નહોતી. આ પ્રાર્થનામા કોઈ યાચના કે ભેટની વાત નહોતી. ધ્વિપ પર પેલી છોકરી પાસે જવાની ઈચ્છા પણ આ પ્રાર્થનામા નહોતી. મનની ગાઢ શાંતિમા સેન્ટિગોને સમજાય છે કે પવન, આકાશ, સૂર્ય અને રણ પણ નસીબના શબ્દોને ઉકેલવા પ્રયત્નો કરે છે.જેના હાથે બધાનુ નસીબ લખાયુ હોય છે એના હાથે જ બધા ચમત્કારો સર્જાય છે. રણનો દરિયો ને દરિયાનુ રણ થાય છે ....અને માણસ પવનમા ફેરવાય છે.
સૃષ્ટિના આત્મા સાથે સેન્ટિગોનુ મન એક થઈ ગયુ, એને સમજાઈ જાય છે કે સૃષ્ટિનો આત્મા જ ઈશ્વરનો આત્મા છે. એને એ પણ સમજાયુ કે એક સીધોસાદો ભરવાડ ચમત્કાર કરી શકે છે, સૂરજ સાથે વાતો કરી શકે છે .... પવન મા ફેરવાઈ શકે છે.
પવન ઓસરી જાય છે. સેન્ટિગો દૂર હસતો ઉભો છે. સરદાર ખુશ છે અને એ સેન્ટિગો અને કિમિયાગરને છોડી મૂકે છે.
-------------------- * ------------------- * -------------------- * --------------------
Two beautiful dialogues from two movies. (ભાવાનુવાદ )
- RunAway Bride મા જુલિયા રોબટ્સ રીચર્ડ ગેરે ને પ્રપોઝ કરતા છેલ્લે કહે છે," મને ખબર છે કે આગળ જતા ઘણી તકલીફો આવશે , મને ખબર છે કે આપણૅ કાયમ સાથે નથી રહી શકવાના... આગળ જતા આપણામાથી કોઈ એક અથવા આપણે બંને છૂટા પડી જઈશુ. પણ મને એ પણ ખાત્રી છે કે અત્યારે આ ક્ષણે જો હુ તારો હાથ નહી માગુ તો હુ જીવનની અમુલ્ય ક્ષણો ગુમાવી દઈશ..."
- Movie Break Ke Baad- " કોઈ તમને એટલા માટે નથી ચાહ્તુ કેમ કે તમે સ્પેશ્યલ છો .. બલ્કે તમે સ્પેશ્યલ એટ્લા માટે હોવ છો કે તમારી આસપાસ તમને ચાહવાવાળા લોકો છે ..."
અને બધી ચર્ચાને અંતે સુરેશ દલાલ કહે છે એ સાચુ જ લાગે છે.
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.
‘કહ્યા પછી શું ?’ ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા.
દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
આપમેળે સમજાય,
વસંત આવે ત્યારે કોયલ
કેમ રે મૂંગી થાય ?
આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
No comments:
Post a Comment