Tuesday, February 1, 2011

ખટકે છે કંઈ અંદર અંદર..

સામાન્ય રીતે ગીતના લય અને તાલ ગઝલના લય-તાલ થી જુદા હોય છે એટ્લે જ તો ગીત એ ગીત ને ગઝલએ ગઝલ હોય છે. પણ ગીતના લયમા ગઝલ રચવાના સફળ પ્રયોગો ગુજરાતી ભાષામા થયા છે કઈક અલગ જ રચવાની ચાનકવાળા કવિઓ ધ્વારા...જેમકે અહી આ ગઝલમા એ પ્રયોગ થયો છે એમ.
-----
આમ તો ખૉટા ભ્રમમા જીવવુ એ ભુલ જ  ગણાય, પણ દરેક વખતે ભ્રમ દુખદાયી નથી હોતા અથવા કહો કે વાસ્તવિકતાઓથી થાકેલા માણસ માટે અમુક ભ્રમ જરુરી હોય છે ને મજાના પણ. જેમ કે અહી ચકલી રેતીને દરિયો માની પાંખો ફફડાવી ન્હાવાની મજા લે છે ને પાછી હવા મા પીંછા સૂકવવાનો ડોળ પણ કરે ને પછી જાણે સાચે દરિયામા ન્હાયી હોય એમ  હવામા ઉડી જાય છે.... સાચે જ આવુ ઓબ્ઝર્વેશન તો એક ઉત્તમ કવિ જ કરી શકે ..... " ધૂળમા ચકલી ન્હાય  ને એને થાય કે આલ્લે .... દરિયા દરિયા ઉમટ્યા છે કંઈ,  પછી  હવાથી   ડિલ  લૂછીને   છટ્કે,  એવુ  છટ્કે   છે  કંઈ  અંદર અંદર..."

ફાંસ   જરા   શી   વાગી   ગઈને   વાંસ    જેવડું   ખટકે   છે   કંઈ   અંદર અંદર
પરબારું લે,   હડી    કાઢતું   હાંફી   જઈને   અટકે   છે    કંઈ    અંદર   અંદર...

મોરપિચ્છને   બોલ   હતુ   ક્યાં  ભાન   કે   રાધા   સાન   કરી   છેતરશે   એને
ભરચોમાસે    હવે   રઝળતા   ટહુકા   જેવુ    ભટકે    છે     કંઈ  અંદર અંદર...

ધૂળમા ચકલી ન્હાય  ને એને થાય કે આલ્લે .... દરિયા દરિયા ઉમટ્યા છે કંઈ
પછી  હવાથી   ડિલ  લૂછીને   છટ્કે  એવુ  છટ્કે   છે  કંઈ  અંદર અંદર...

રાજકુમારી   હિંડોળામા   ઝૂલે   રે .... કંઈ   તૂટે   ઘરનો   મોભ   સામટો
કહું   છુ   મારા  સમ,  જરા શી ઠેસ વાગતાં બટકે  છે  કંઈ  અંદર અંદર...

બારસાખમાં   આસોપાલવ    'કોક'    બનીને   મ્હોરે   શ્રીફળ   પછી    વધેરો
લખી   'લાભ'   ને   'શુભ'   ઉઘાડી  સાંકળ  થઈને  લટકે  છે  કંઈ  અંદર અંદર...

 - વિનોદ જોષી

No comments:

Post a Comment