આ દુનિયા છે ને એના ચહેરા અનેક છે. અહી કંઈ પણ થઈ શકે છે, પત્થર તરી જાય ને ફૂલ ડૂબી પણ શકે છે. છતા એ ભૂલવુ ન જોઈએ કે જેટ્લી શક્યતા અહી "ખરાબ" થવાની છે એટલી જ શક્યતા અહી "સારુ" થવાની પણ છે જ કેમકે આ "શક્યતા"ઓનુ જગત છે. અહી સમુદ્રના વમળમા ફસાયેલ વહાણ એ જ સમુદ્રના એક મોજાની શક્તિશાળી છાલક થી અચાનક વમળમાથી બહાર નિકળી શકે છે, જે થોડા સમય પહેલા ડૂબવાનુ હતુ એ તરી જાય... ને ક્યારેક આખો દરિયો શાતિં થી પસાર કર્યો હોય એ વહાણ કિનારે આવી ડૂબી પણ જાય..... ને ક્યારેક આમાનુ કઈ જ ના થાય ... શક્ય છે... કેમકે કઈ પણ થવાની શક્યતા છે ...
ટ્પાલ જેમ તમે ઘેર-ઘેર પહૉચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
તો પણ, એટલે જ લાઈફ આટ્લી લાઈવ-અજીબ-અદભુત - અનન્ય - અલૌકિક - રોમાંચિત - કોઈ થ્રીલર, સસ્પેન્સ મૂવી જેવી છે ... જો સારી-ખોટી શક્યતાઓ ન હોત તો જીવનમા બીજુ શુ હોત ? ...
બંધ પરબીડિયામાથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટ્પાલ જેમ તમે ઘેર-ઘેર પહૉચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટ્લો છાંયો મળે - એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનુ શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલા તો એક છિદ્ર મળે,
પછીથી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહી તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનુ વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વિર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા કલૈબ્યનુ વાજીકરણ મળે તમને....
- રમેશ પારેખ
No comments:
Post a Comment