પ્રેમ સાગરને તરવામાં કાગળ ને કલમ બધા ટુંકા લાગે
પ્રેમ વિષે લખવા બેસુને મને આ શબ્દો બધા સુકા લાગે...... -રાજીવ ગોહેલ
છતાં પણ પ્રેમ વિષે લખવાનુ બંધ ક્યાં થાય છે ? શુ થાય સબજેક્ટ જ એવો છે! તો આજે ડો.આઈ. કે. વીજળીવાળા ની "અમૃતનો ઓડકાર" માંથી પ્રેમની અનોખી વ્યાખ્યાઓ ....
- પન્ના નાયક
પ્રેમ વિષે લખવા બેસુને મને આ શબ્દો બધા સુકા લાગે...... -રાજીવ ગોહેલ
છતાં પણ પ્રેમ વિષે લખવાનુ બંધ ક્યાં થાય છે ? શુ થાય સબજેક્ટ જ એવો છે! તો આજે ડો.આઈ. કે. વીજળીવાળા ની "અમૃતનો ઓડકાર" માંથી પ્રેમની અનોખી વ્યાખ્યાઓ ....
--------------------
એક સર્વે દરમ્યાન પરદેશની એક પ્રાથમિક શાળામાથી ૪ થી ૮ વર્ષના બાળકોને 'પ્રેમ કોને કહેવાય?' એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યુ ત્યારે આટલા નાના બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા.
- " મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનુ તેમ જ રંગી આપવાનુ કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુખતા હોવા્છતાં નિયમિત કરી આપે છે.એને પ્રેમ કહેવાય ! " - રિબેકા, ૮ વર્ષ
- " જ્યારે તમને કોઈ ચાહતુ હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી જ રીતે બોલે છે! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે એ જ પ્રેમ ! " - બિલિ, ૪ વર્ષ
- " પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલામાં એની પ્લૅટમાંથી કંઈપણ લીધા વિના - એ !" - ક્રિસ્ટી, ૬ વર્ષ
- " તમે જ્યારે અત્યંત થાકેલા હોવ ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ " - ટેરી, ૪ વર્ષ
- " મારી મમ્મી કોફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર છે કે નહીં ! બસ એ જ પ્રેમ ! " - ડેની, ૭ વર્ષ
- " તમને ખૂબ જ ગમતી ભેટનુ પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !" - બોબી, ૭ વર્ષ
- " એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજેરોજ એ જ શર્ટ પહેરે એ પ્રેમ ! " - નોએલ, ૭ વર્ષ
- " એક વૃધ્ધ પુરુષ અને એક વૃધ્ધ સ્ત્રી એકબીજા વિષે બધુ જ જાણતા હોવા્છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય ! " - ટોની , ૬ વર્ષ
- " મારી મમ્મી મને સુવડાવી દી્ધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે એ જ પ્રેમ છે ! " - ક્લેર, ૬ વર્ષ
- " પ્રેમ એટ્લએ મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાંમમ્મી એમની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે - એ જ તો વળી !" - ક્રિસ, ૭ વર્ષ
- " કોઈ તમને ' આઈ લવ યુ ' કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લગવા માંડે એ જ પ્રેમ ! " - કરેન, ૭ વર્ષ
નથી લાગતુ કે આ નાનકડા ભુલકાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત ...
પડોશમાં રહેતા એક દાદી ગુજરી ગયા ત્યારે ૪ વર્ષનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘરે આવ્યો એની મમ્મી એ પૂછ્યુ ," બેટા ! તેં વળી દાદાને શુ કહ્યું ?"
" કંઈ નહી મમ્મી!" બાળકે જવાબ આપ્યો. " મેં એમના ખોળામાં બેસી એમને રડવામાં મદદ કરી ! " - બસ આ જ પ્રેમ.
--------------------બધુ આટલું જ સરસ હોત તો કેવુ સારુ! પણ બધી વખતે "પ્રેમ " કંઈ આટલો સરળ નહી હોય ..જેમકે પન્ના નાયકને થતી મુંઝવણ જ લઈ લો !
આ પ્રેમ .....
આ પ્રેમ
એ મોટી મોટી વાતો હશે?
એ ખોટી ખોટી વાતો હશે?
‘તું મારો શરાબ ને ગુલાબના ફૂલ પર ઝાકળનો જામ’
એવો બધો લવારો હશે?
મિથ્યા વાણીનો દમામ હશે?
કોઈ કોઈને ચાહતું હશે?
કે
બીજાને ચાહવાથી
પોતાને જે સુખ મળે છે
એની કદાચ
કપોલકલ્પિત વાર્તા હશે?
અને
વાર્તા હશે
તો
વાર્તાનાં પાત્રો
કઠપૂતળીની જેમ નાચતાં હશે?
કોરી કોરી કિતાબનાં પાનાંને વાંચતાં હશે?
વાસનાને ઈશારે
આ બધું, આવું બધું ચાલતું હશે?
પાનખરનાં સૂકાં સૂકાં પાંદડાંઓ
હવા વિના પણ હાલ્યા કરે એમ
આ બધો પ્રેમનો તમાશો પણ ચાલ્યા કરતો હશે?
કોઈ કહોને,
આ પ્રેમ
એ સાચી સાચી વાતો હશે?
કે…? .......- પન્ના નાયક
અને છેલ્લે ...
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું,
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.......
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.......
-તુષાર શુક્લ
If u want to hear this song you can hear it on here - http://www.youtube.com/ watch?v=Q1BS1N5qGR0
If u want to hear this song you can hear it on here - http://www.youtube.com/
"ગુજરાતી ભાષા હંમેશા મારી પ્રિય રહી છે ખાલી એટલા માટે નહી કે ગુજરાતી મારી માતૃભાષા છે પણ એટ્લા માટે કે ગુજરાતી એ લાગણીની ભાષા છે"
ReplyDelete...સો ટકા સાચી વાત આપની.ડીટ્ટો મને પણ આવું જ લાગે છે કાયમ...એક સરવાણી છે આપની ભાષામાં અને એટલે જ આપના બ્લોગનું નામ યથાયોગ્ય છે..વાંચવાની મજા પડે છે...કીપ ક્રેકીંગ...
આભાર... બસ તો લેતા રહો મજા. કંઈક સારુ ને ઉત્તમ વહેચી શકુ એવો પ્રયત્ન હંમેશા કરીશ.
ReplyDelete