અછાંદસ કવિતાની પણ એક અદા હોય છે, મજા હોય છે. અનિલ જોષીની વાણી મુજબ " ... 'કોઈ રસ્તાની ધારે ધારે ' ... ચાલતા ચાલતા કવિ્શ્રી સુરેશ દલાલે ગમતાંનો ગુલાલ કર્યો છે અને ન ગમતાંનો પણ ગુલાલ કર્યો છે. મનુશ્ય જીવનની નિરર્થકતા અને ક્ષણિકતાને કવિએ પોતીકી મુદ્રાથી અંકિત કરી છે .... " ... તો આજેપણ " કોઈ રસ્તાની ધારે ધારે ..." માંથી અમુક કવિતાઓની ગમતી પંક્તિઓ...
એક અજાણ્યો બુરખો
સહજ પ્રાસની વચ્ચે મારા લયનો નીરવ શ્વાસ સદાયે ઝુરતો છે
બે વિરહની રાતની વચ્ચે એક મિલનનો દિવસ અમને પૂરતો છે
ચહેરો હસ્તો રાખુ એ તો એક અજાણ્યો બુરખો છે
બે વિરહની રાતની વચ્ચે એક મિલનનો દિવસ અમને પૂરતો છે .....
મારે
મારે હૈયાને ક્યાંય પણ ઉઘાડવુ નથી
મારે ભીંતમાં પ્રતિબિંબ પાડવુ નથી.....
તળાવ
મારી આંખના તળાવ કૈ છીછરા નથી
કે વારેવારે એ છલકાઈ જાય.
મારા શબ્દો એ કાંઈ કાબરચીતરા નથી
કે વારેવારે એ મલકાઈ જાય
બળબળતી આગ અને બરફ વચ્ચે
રહેતા રહેતા હુ વ્હેરાતો જાઉં
લાગણીને નામે મને લોખંડ મળ્યુ
હુ પોલાદી કિલ્લામા ઘેરાતો જાઉં,
ચારેબાજુ મળ્યા ડહો્ળાતા જળ;
ક્યાંય ઝરતાં પાણી અહી નીતરા નથી........મારી આંખના તળાવ કૈ છીછરા નથી
સંકલ્પ
તારાથી દુર જવા માગુ છુ
તારી સાથે નહી ..
હુ મારી સાથે ક્રુર થવા માગુ છુ......
મારા હોઠ
દયાથી પ્રેરાઈને
ચુંબનના સિક્કાઓને ફેંકવાનો ચાળો ન કર
મારા હોઠ એ કૈં ભિક્ષાપાત્ર નથી ....
એકાએક
ભરી બજારે કોઈએ દીધું મને પાનનુ બીડું
જરીક પાન મેં ખાધુ ને મને થઈ ગયું શું -
કે એકાએક હું થઈ ગઈ તારા પીંજરનું પંખીડું !
નિરુત્તર...
હું યાતનાને ભોગવુ કે મને ભોગવે યાતના ?
જીવનભરના પ્રશ્નના ઉત્તર હોય નહી એક રાતના.
મરવાનુ કોઈ નામ નહી લેવાનું
ને આમ તો મારે અહીંયા જીવતા રહેવાનુ છે.
કોઈ પૂછે કે કેમ જાય છે જિંદગી
તો મારે હસતા હસતા " અદભૂત " એમ કહેવાનુ છે
નહી સારેલા આંસુઓમાં કલમ બોળીને
માયાળુ આ વિધિએ મારા લખ્યા લેખ લલાટ્ના....
જીવનભરના પ્રશ્નના ઉત્તર હોય નહી એક રાતના.
વિસ્મ્રુતિ...
દરિયાને દરિયાનો હોય છે દમામ
દરિયાને યાદ કદી રહેતુ નથી પોતામાં ડૂબેલી હોડીનુ નામ.
દરિયાને કોઈ દિવસ કોઈનામાં ડૂબ્યાનો
અમથો અનુભવ પણ હોતો નથી.
માછલીની ઉછીની આંખો લઈને
દરિયો તો કોઈ દિવસ રોતો નથી.
આંખ અને આંસુનુ સગપણ ન હોય
તો સમજણનું હોય છે ઉજ્જડિયુ ગામ.
દરિયાને યાદ કદી રહેતુ નથી પોતામાં ડૂબેલી હોડીનુ નામ....
- અને ...
લખવા માટે શબ્દ મળ્યો અને વલખવા માટે મૌન,
નહીં કહ્યાનુ મૂલ ઘણું ને કહી દીધેલું ગૌણ...

- સુરેશ દલાલ
No comments:
Post a Comment