આખા દેશમાં અને સહુ ભારતિયોમા ભારતની ક્રિકેટ્-જીતનો આનંદ છવાયેલો હોય ત્યારે તો કંઈક હળવુ - હળવુ જ રજુ કરવુ પડે ને ! :) ...
હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
'લ્યો લપસજો' કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ,
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !
'લ્યો લપસજો' કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ,
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !
રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે,
ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે.
ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે.
હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં,
કે વધુ બગડે છે એ જ્યારે સુધરવા જાય છે.
કે વધુ બગડે છે એ જ્યારે સુધરવા જાય છે.
ત્રણ વેળા એક પિક્ચર એ જૂએ છે મોજથી,
જાય છે ચોથી વખત ત્યારે સમજવા જાય છે.
જાય છે ચોથી વખત ત્યારે સમજવા જાય છે.
આમ ઝઘડાળુ નથી પણ ખાય છે દરરોજ માર,
બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે.
બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે.
એ રહે મૂડલેશ એ સાહિત્ય જગનાં હિતમાં છે,
મૂડમાં આવે છે ત્યારે કાવ્ય લખવા જાય છે.
મૂડમાં આવે છે ત્યારે કાવ્ય લખવા જાય છે.
પ્રેમ પ્રાણીમાત્ર પર છે એને એ દર્શાવવા,
શાંત સૂતા આખલાને એ અડકવા જાય છે.
શાંત સૂતા આખલાને એ અડકવા જાય છે.
-ડૉ.રઈશ મણિયાર
અને છેલ્લે ...
- "જરા વિચારો બાળકો," શિક્ષકે કહ્યું, " આફ્રિકામાં અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી ! તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઈએ ?" ...... બાળકોનો હર્ષનાદ થયો," આફ્રિકા જવા માટે ! "
- સમય બચાવવાની ઘણી તરકીબો હોય છે. જેમકે , આજે કરવુ જ જોઈએ એવુ કામ તમે કાલ પર ઠેલો, તો આજે કેટલો બધો સમય બચી જશે !
- કુદરતી મૃત્યુ એટ્લે એવુ મૃત્યુ કે જેમા દાક્તરની કશી મદદ ન લેવાઈ હોય.
No comments:
Post a Comment