કહેવાય છે જેવી દ્રષ્ટી એવી સૃષ્ટિ... એ તો સાચુ જ છે પણ સૃષ્ટિ કંઈ આપણી દ્રષ્ટિ જેટલી સિમિત નથી. આપણને તો હંમેશા નરી આંખે દેખાય એ જ જોવાની આદત પડેલી હોય છે. આપણા સિમિત અનુભવોની ડીક્ષનરી લઈને આપણે હંમેશા સામેવાળાની સ્થિતિનો તકાજો લેવા તૈયાર હોઈએ છીએ. For example - એક પુરુષ છે અને એક સ્ત્રી એની બાજુમાં ઉભેલી કે બેઠેલી છે...સ્ત્રીના ગળામાં મંગળસૂત્ર છે .... બસ પતી ગયુ ... ફાઈનલ ડીસીઝ્ન ..." આ હસબન્ડ - વાઈફ છે " ... નથી ? ઓકે.... તો તો બોસ નક્કી કંઈક અફેર જ હોવુ જોઈએ ... નહીતો પરકાની સ્ત્રી સાથે શુ કામ ઊભા રહેવુ જોઈએ ?? .... તો ભલા માણસ એ હસબન્ડ-વાઈફ છે કે નહી એનુ આટલુ ગહન સંશોધન આપણે પણ શુ કામ કરવુ જોઈએ ? એ કંઈ હોય કે ના હોય એ જાણીને આપણા જીવનમાં ના તો સુનામી આવવાની છે ના તો કરોડોનો ચેક .
પણ જેમ કેટલાક લોકો બીજાના ' status' ખાસ કરીને 'social status' વિશે જાણવા ને ધારવા ઉતાવળા હોય છે એમ કેટલાક લોકો જણાવવા પણ ઉતાવળા હોય છે... હાથમાં હાથ લઈને એવી રીતે ફરે કે એક ક્ષણ માટે તો આપણને પણ લાગી આવે " અહો ! ધન્યભાગ અમારા કે કળયુગમાં આવી સારસ બેલડી જોવા મળી ... " ને પછી બીજી જ ક્ષણે તરત જ પોતાના નસીબ પર ફીટકાર થઈ આવે "મને આવુ સુખ કેમ નહી ? " પણ કીધું ને કે આપણને નરી આંખે દેખાય એટલુ જ જોવાની આદત છે.
'' હાથમાં હાથ હોય ને મુખ પર સ્મિત હોય..."...સુખની કહો કે પ્રેમની કહો એની વ્યાખ્યા શુ આટલી જ છે ? હાથમા હાથ લઈ ને સસ્મિત ફરતા હોય એ લોકો એકબીજા સાથે સુખી હોય છે એવી વ્યાખ્યા ભલા તમે કયા શબ્દકોષમાથી વાંચી લીધી !
જો કે અહી કવિશ્રી સુરેશ દલાલનુ ઓબ્ઝર્વેશન કંઈક જુદુ છે ..... આપ ખુદ જ માણી લો નરી આંખે ! ... :)
બે જુવાન શરીર
એક્મેકને વળગીને ઊભા છે.
સ્ત્રીના બંને હાથ જાણે કે વરમાળા હોય એમ
પુરુષના ગળામાં.
પુરુષના બંને હાથ
સ્ત્રીની કમર પર.
આ તો દેખાય એવુ દ્ર્શ્ય છે
પણ અદ્ર્શ્ય છે એ પણ
દ્રશ્યમાન નથી થતું એમ નહીં
દેખાય છે એટલે જ કહું છું
કે બે જણા ઊભાં છે.
હકીકતમા બંનેનુ ભીતર
એક જ સૂરંમાં , એક જ તાલમાં
નર્તન કરી રહ્યુ છે.
પ્રુરુષ પ્રેમ કરે છે ત્યારે
એના પ્રેમમા 'કદાચ' હોય છે 'અથવા' હોય છે 'પણ' હોય છે
સ્ત્રીના પ્રેમમાં
સર્વસમર્પણ હોય છે
એ કદાચ સરીતો નહી પડે ને
એટલા માટે પોતાના બંને બાહુ
' હું તને ચાહુ છું '
એમ કહ્યા વિના પુરુષના કંઠમાં આરોપી દે છે
પુરુષના હાથને કમર પરથી સરતાં બહુ વાર નથી લાગતી.
બે જુવાન શરીર અત્યારે તો એકમેકને
વળગીને ઊભાં છે
ખબર નથી પડતી કે કાળના કેવા મનસૂબા છે.
કોઈપણ બે જણ નિકટ હોય... બંને વચ્ચે અહમનો અંતરપટ ન હોય
એ પરિસ્થિતિ મને ગમે છે
પછી એ બે જણ
ઊભાં હોય, ચાલતા હોય, કારમાં હોય, સ્કૂટર પર હોય
પણ બે જણ સાથે ને સાથે જ હોય
એકમેકની જ નહી
પણ સમજણની સાથે ને સાથે જ હોય
એ દ્રશ્ય મને ગમે છે.
હું આવા દ્રશ્યો જોઉં છુ ત્યારે
મને સિતાર સંભળાય છે. ગિતાર સંભળાય છે.
ચાંદની આપોઆપ મારા ગીતમાં છલકાય છે.
" હું તને ચાહુ છું "
એવુ હું જ્યારે સાંભળુ છું ત્યારે મને કાન ઉગ્યા
એની સાર્થકતા સમજાય છે.
જોકે પ્રેમમાં
ન સમજાય એવુ ઘણુ છે ;
ક્યારેક કોઈ ચહેરો મને બંધ બારી જેવો લાગે છે;
ક્યારેક કોઈ ચહેરો તૂટેલી અટારી જેવો લાગે છે;
ક્યારેક બે જણા સાથે હોય છે પણ પરાણે પરાણે ચાલતાં હોય
એવું લાગે છે
જાણે કે ઝાડ પર ચોંટાડેલા
પ્લાસ્ટિકનાં પાંદડાં હાલતાં હોય એવું લાગે છે.
બે જણ
એક્મેકના સાન્નિધ્યમાં ખિલવાના ચાળા કરે છે એટલું જ
બાકી ભીતરને ભીતર ખરતાં હોય એવું લાગે છે.
પ્રેમમાં ભય તો હોતો નથી
છતાં એક્મેક્થી ડરતાં હોય એવું લાગે છે.
પ્રેમનો તો અધિકાર છે
એક્મેકને પામવાનો
પામીને આપવાનો
આપીને પામવાનો;
પણ બે જણ
આંખમાં ભિક્ષાપાત્ર લઈને કશાક માટે કરગરતા હોય એવા
ભિખારી જેવા લાગે છે.
ક્યારેક એકમેક શિકારી જેવા લાગે છે
જાણે એકમેક્થી
બેન્કબેલેન્સ છૂપાવતા હોય એમ
એક્મેકનાં સપનાં સંતાડી રાખ્યાં હોય છે
હોઠ હસે છે એટલું જ
બાકી હ્રદય રડતાં હોય છે
અને કોઈક અજાણ ... આત્મીયતા માટે વલખતાં હોય છે.
પ્રેમ ન હોય ત્યારે ..
સોગંદ અને સોગાદનો કોઈ અર્થ હોય છે ખરો ?
આ પ્રશ્ન પૂછવાનો અધિકાર
મને કે તમને નથી;
આ પ્રશ્ન પૂછવાનો અધિકાર એકલા કાળને જ હોય છે.
o
પુરુષના બંને હાથ
સ્ત્રીની કમર પર.
આ તો દેખાય એવુ દ્ર્શ્ય છે
પણ અદ્ર્શ્ય છે એ પણ
દ્રશ્યમાન નથી થતું એમ નહીં
દેખાય છે એટલે જ કહું છું
કે બે જણા ઊભાં છે.
હકીકતમા બંનેનુ ભીતર
એક જ સૂરંમાં , એક જ તાલમાં
નર્તન કરી રહ્યુ છે.
પ્રુરુષ પ્રેમ કરે છે ત્યારે
એના પ્રેમમા 'કદાચ' હોય છે 'અથવા' હોય છે 'પણ' હોય છે
સ્ત્રીના પ્રેમમાં
સર્વસમર્પણ હોય છે
એ કદાચ સરીતો નહી પડે ને
એટલા માટે પોતાના બંને બાહુ
' હું તને ચાહુ છું '
એમ કહ્યા વિના પુરુષના કંઠમાં આરોપી દે છે
પુરુષના હાથને કમર પરથી સરતાં બહુ વાર નથી લાગતી.
બે જુવાન શરીર અત્યારે તો એકમેકને
વળગીને ઊભાં છે
ખબર નથી પડતી કે કાળના કેવા મનસૂબા છે.
કોઈપણ બે જણ નિકટ હોય... બંને વચ્ચે અહમનો અંતરપટ ન હોય
એ પરિસ્થિતિ મને ગમે છે
પછી એ બે જણ
ઊભાં હોય, ચાલતા હોય, કારમાં હોય, સ્કૂટર પર હોય
પણ બે જણ સાથે ને સાથે જ હોય
એકમેકની જ નહી
પણ સમજણની સાથે ને સાથે જ હોય
એ દ્રશ્ય મને ગમે છે.
હું આવા દ્રશ્યો જોઉં છુ ત્યારે
મને સિતાર સંભળાય છે. ગિતાર સંભળાય છે.
ચાંદની આપોઆપ મારા ગીતમાં છલકાય છે.
" હું તને ચાહુ છું "
એવુ હું જ્યારે સાંભળુ છું ત્યારે મને કાન ઉગ્યા
એની સાર્થકતા સમજાય છે.
જોકે પ્રેમમાં
ન સમજાય એવુ ઘણુ છે ;
ક્યારેક કોઈ ચહેરો મને બંધ બારી જેવો લાગે છે;
ક્યારેક કોઈ ચહેરો તૂટેલી અટારી જેવો લાગે છે;
ક્યારેક બે જણા સાથે હોય છે પણ પરાણે પરાણે ચાલતાં હોય
એવું લાગે છે
જાણે કે ઝાડ પર ચોંટાડેલા
પ્લાસ્ટિકનાં પાંદડાં હાલતાં હોય એવું લાગે છે.
બે જણ
એક્મેકના સાન્નિધ્યમાં ખિલવાના ચાળા કરે છે એટલું જ
બાકી ભીતરને ભીતર ખરતાં હોય એવું લાગે છે.
પ્રેમમાં ભય તો હોતો નથી
છતાં એક્મેક્થી ડરતાં હોય એવું લાગે છે.
પ્રેમનો તો અધિકાર છે
એક્મેકને પામવાનો
પામીને આપવાનો
આપીને પામવાનો;
પણ બે જણ
આંખમાં ભિક્ષાપાત્ર લઈને કશાક માટે કરગરતા હોય એવા
ભિખારી જેવા લાગે છે.
ક્યારેક એકમેક શિકારી જેવા લાગે છે
જાણે એકમેક્થી
બેન્કબેલેન્સ છૂપાવતા હોય એમ
એક્મેકનાં સપનાં સંતાડી રાખ્યાં હોય છે
હોઠ હસે છે એટલું જ
બાકી હ્રદય રડતાં હોય છે
અને કોઈક અજાણ ... આત્મીયતા માટે વલખતાં હોય છે.
પ્રેમ ન હોય ત્યારે ..
સોગંદ અને સોગાદનો કોઈ અર્થ હોય છે ખરો ?
આ પ્રશ્ન પૂછવાનો અધિકાર
મને કે તમને નથી;
આ પ્રશ્ન પૂછવાનો અધિકાર એકલા કાળને જ હોય છે.
o
હું અત્યારે
શ્વેતશ્યામ
અને રંગબેરંગી તસવીરોના મેળામાં એકલો છું
ક્યારેક માણસની આંખ કરતાં કેમેરાની આંખ વધારે સાચી લાગે છે.
ક્યારેક માણસો તસવીર જેવા લાગે છે,
તો ક્યારેક તસવીરો માણસ કરતાં વિશેષ માણસ જેવી લાગે છે.
o
આ એક સ્ત્રી
એની આંખોમાં ન કળાય એવી ગંભીરતા
જીવનનો એવો તે કયો અનુભવ થયો
કે યૌવનની મસ્તી એકાએક ઓસરી ગઈ
ભિડાયેલા બંધ હોઠ
ભીતરમાં જ્વાળામુખી પ્રજળ્યા કરે
વાણીવિહોણા શબ્દો હોઠ્ની પાછળ રઝળ્યા કરે રઝળ્યા કરે
પોતાનો જ શ્વાસ લેવાની મના કરતું હોય એવું ઉદાસીન નાક
જીવનમાં આવ્યો હશે કેવો વળાંક
કે પોતે પોતાને જ પરાઈ લાગતી હોય
અને દુનિયા આખી આંખ સામે
છતાં આંખથી સાવ અપરિચિત
એના બંધ હોઠ કહેતા ન હોય :
ન કીજિયે કોઈ પ્રીત. .....
No comments:
Post a Comment