કહેવાય છે " જૂના ફર્નીચરમાંથીય જે વ્રુક્ષ્ બનાવે એ કવિ ...અને જે નવા ફર્નીચરમાંથીયે અડાબીડ જંગલ ખડું કરી દે એનું નામ રાજકારણી " .... જો કે આપણે કવિની જ વાત કરીએ .... કવિ એ જ કે જેને કાવ્ય લખવા માટે ઉપમાઓ શોધવા જવુ ના પડે..... એ "તસવીર" પર તો એકાદ લાઈન લખી જ નાખે પણ તસવીર જે "ફ્રેમ" માં અકબંધ હોય એવી "ફ્રેમ" પણ શુ કામ બાકાત રાખે ? આવા અનોખા કવિ જિગર જોષીની બે અનોખી કવિતા ....
તને સમજાવું બોલ હવે કેમ ?
તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ
હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં
હાથોમાં લજ્જાની મહેંદી મૂકી‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ
તને સમજાવું બોલ હવે કેમ
તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ ? ....
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ ? ....
તસવીર જેમ ટાંગશું તારા અભાવને...
ઍવું ગજૂ નથી કે છુપાવું આ ઘાવને
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.
આઘેથી એક મત્સ્ય પરી જોઈ ને પછી
દરિયાને કીધુ ' એ ય પરીચય કરાવને ! '
દરિયાને કીધુ ' એ ય પરીચય કરાવને ! '
હોઠૉના સૌ કમાડ કરીને જરાક બંધ
કેવું સરસ એ મૌનમાં બોલી'તી “જાવ ને”
કેવું સરસ એ મૌનમાં બોલી'તી “જાવ ને”
ઈચ્છા તો છેલ્લી એજ કે દર્દોનું ઘર મળે
દુખતી રગોને સહેજ તું પાછી દબાવને.
દુખતી રગોને સહેજ તું પાછી દબાવને.
તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યુ ‘તું જે
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.
પીળાશ પાનખર સમું ક્યાયે કશું નથી
કમળૉ થયો છે ‘પ્રેમ’ તમારા સ્વભાવને..
કમળૉ થયો છે ‘પ્રેમ’ તમારા સ્વભાવને..
- જિગર જોષી ‘પ્રેમ’
No comments:
Post a Comment