Showing posts with label જગદીશ જોષી. Show all posts
Showing posts with label જગદીશ જોષી. Show all posts

Wednesday, May 22, 2013

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું ...

પ્રેમની વાત આવે  તો  "નો  કોમેન્ટ્સ પ્લીઝ " કહી  દેવું  જ સારું . કેમકે  પ્રેમ  એ  કહેવાની  નહિ  કરવાની  વસ્તુ  છે અને એથી  આગળ  કહું  તો એ જણાવાની  નહિ  જતાવાની  વસ્તુ  છે ... કદાચ  ... જો  કે  આ વાત બધાની  સમજમાં  ના પણ  આવે ... પણ  જે  લોકોએ  હ્રદય થી  કોઈને  ચાહ્યા  હશે  એમને  કાઈ   સમજાવાની  જરૂર  નથી ....

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે

મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં

પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું ....

- જગદીશ જોશી

Thursday, July 5, 2012

એકલતા ...

"એકાંત" અને "એકલતા" મા બહુ ફરક હોય છે. એકાંત એ જાતે પસંદ કરેલી અવસ્થા છે. જ્યારે એકલતા એ આવી પડેલી અવસ્થા છે.  એકાંતની સાથે  હંમેશા શાંતિ જોડાયેલી હોય  છે.... જ્યારે એકલતામાં કદાચ બધુ હોય પણ શાંતિ નથી હોતી ક્યારેય ...  inner peace of mind ........  There is much difference between to be Alone and to be lonely ...  


એકલતા હોય છે બરફ જેવી
નહીં બોલાયેલા હરફ જેવી

તમે જેવું રાખો છો વર્તન
                                       - મારા તરફ
                                             - એના જેવી

એકલતા -
મને પૂછશો નહીં એકલતાનો અર્થ :

અર્થ તો શબ્દને હોય છે….
….મારે માટે તમે શબ્દ નથી
મારે માટે તમે છો
                તમે નહીં બોલાયેલો હરફ

એકલતા હંમેશા હોય છે-
                                     …..બરફ.

મારી પળેપળનાં દહન, વમળનાં વન… એકલતા !
.
 - જગદીશ જોષી

આભાર -layastaro.com

Thursday, January 20, 2011

હવે ...2poems with 1Title

પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે.

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે.

આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો, ને લાગું રણ નર્યો ભીતર હવે.

હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે.

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે.

કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે.

દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ? - 
- - - - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ 


હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક ! - - - - જગદીશ જોષી

And now one news, on this saturday 22-1-11 "KavyaMahostav"  will be organized by Kavya Dhara & kavi shri Krushn Dave at Sahitya Parishad , behind - Times of India, NehruBridge , A'bad. at  6.00 pm. And its Free ... 
You can hear live - shri Krushn Dave, Miskin, Anil Joshi, Vanchit Kukumvala, Daksha Patel & many more ....