ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર
હું બચી જઈશ મને પ્રેમ કર... !
બધા વેદ-ગ્રંથ-પુરાણ સૌ
હું કળી જઈશ મને પ્રેમ કર... !
છુ તૂટી જવાની અણી પર
હું ટકી જઈશ મને પ્રેમ કર ... !
------------------------------ ---------
દુનિયાની કોઈ ભાષા એવી નહી હોય જેમા પ્રેમ અને દોસ્તી પર નહી લખાયુ હોય .... એમ તો જીવન-મૃત્યુ , સ્ત્રી-પુરુષ, વિશ્વાસ, શ્રધ્ધા, ઈશ્વર વગેરે વગેરે ... એવા કેટલાક default ટોપીક્સ છે જેના પર લગભગ બધી ભાષામા રસપ્રદ મંથન થયુ છે.... પણ આજે પ્રેમ - દોસ્તી અને સ્ત્રી પર શ્રી ચંન્દ્ર્કાન્ત બક્ષીના કેટલાક અવતરણો ..........................................
હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ...
તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ .... (જિગર જોષી "પ્રેમ")
હું બચી જઈશ મને પ્રેમ કર... !
બધા વેદ-ગ્રંથ-પુરાણ સૌ
હું કળી જઈશ મને પ્રેમ કર... !
છુ તૂટી જવાની અણી પર
હું ટકી જઈશ મને પ્રેમ કર ... !
------------------------------
દુનિયાની કોઈ ભાષા એવી નહી હોય જેમા પ્રેમ અને દોસ્તી પર નહી લખાયુ હોય .... એમ તો જીવન-મૃત્યુ , સ્ત્રી-પુરુષ, વિશ્વાસ, શ્રધ્ધા, ઈશ્વર વગેરે વગેરે ... એવા કેટલાક default ટોપીક્સ છે જેના પર લગભગ બધી ભાષામા રસપ્રદ મંથન થયુ છે.... પણ આજે પ્રેમ - દોસ્તી અને સ્ત્રી પર શ્રી ચંન્દ્ર્કાન્ત બક્ષીના કેટલાક અવતરણો ..........................................
- સ્ત્રી સાથે દોસ્તી કે દુશ્મની કેમ થઈ શકે ? સ્ત્રીની સાથે માત્ર પ્રેમ થઈ શકે.
- પ્રેમમા શુ છે અને મૈત્રી શુ છે, એવા પ્રશ્નો આપણે ભાગ્યે જ આપણી જાતને પૂછ્યા છે, પણ શરીરમાં બે ફેફસાં છે એમ માણસની જિંદગીમાં પ્રેમ અને દોસ્તી છે.
- પ્રેમ વિષે બ્રહ્મચારીથી વ્યભિચારી સુધી દરેકનો પોતાનો એક અભિપ્રાય છે.
- દરેક પ્રેમની એક જ ભાષા હોય છે : "પ્રામાણીક જૂઠ "!
- એક ઉંમર હોય છે પ્રેમ થઈ જવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરી લેવાની, અને એક ઉંમર હોય છે પ્રેમની નિષ્ફળતાનો સ્વીકાર કરી લેવાની.
- જો પ્રેમ મહાન પ્રેમી પુરુષ છે તો એના માથામાં એક સ્ક્રૂ લૂઝ હોવો જોઈએ, જો એ સ્ત્રી હોય તો ઘણા સ્ક્રૂ !
- લવ કરવા માટે કૂદવૂ પડે અને ગોઠણ છોલાય ત્યારે ઉર્દુની ઈશ્કિયા શાયરી કામ આવતી નથી. પાનવાળાની દુકાને ઉભા રહીને આદમક્દ આયનામાં જોઈને વાળ ઓળતા ગોરાચિટ્ટા સુંવાળા નવરાઓ માટે ઉર્દૂના શેર ચરક્તા રહેવું ઠીક છે, બાકી લવ એ જુદી ચેલેન્જ છે. એમાં થોડાં મર્દ બનવુ પડે છે!
- મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌધ્ધિક છે.
- ગુજરાતી પુરુષ બિચારો પ્રેમ કરે પણ સામાન્ય દ્વિપગી જવાન મનુષ્ય બાથરુમની બહાર નિકળીને પણ ગાવું, ગુનગુનાવું ચાલું રાખે તો સમજવું કે એ રોમાંસિત અવસ્થામાં છે. આજકાલની પેઢીને જુમ્મા ... ચુમ્માની હ્રદયવિદારક ચીસો પાડવી પડે છે. ૭૦ એમ. એમમાં ભુસકા મારવા પડે છે. પ્રેમ એ સરકસના અંગકસરતના ખેલ કરવા જેવો એક કઠિન વ્યાયામ બની ગયો છે.
- સૌથી મોટી ટ્રેજેડી 'નોટ ટુ લવ ' નથી, પણ 'નોટ ટુ બી લવ્ડ" છે . આપણે કોઈને પ્રેમ ન કરીએ એ ટ્રેજેડી નથી, કોઈ આપણને પ્રેમ કરતું નથી એ ટ્રેજેડી છે.
- પ્રેમ કરતાં કરતાં કોઈ દિવસ કોઈને શરદી લાગતી નથી.
- પ્રેમને લિપિ, ભાષા, ધ્વનિ, સ્વર જેવાં પરાવલંબનોની જરુરત નથી, એ નિ: શબ્દ, અ-સ્વર હોઈ શકે છે. કદાચ ' આઈ લવ યુ ..... ' ન કહેવુ પડે એને જ પ્રેમ કહેતા હશે.
- પ્રેમ માણસને હું કેદમાથી મુક્તિ આપે છે. જે સંબંધમાં બીજો આપણા માટે કે આપણા જેટલો જ અથવા આપણાથે વિશેષ મહત્વ્નો બની જાય એને પ્રેમ કહેતા હશે ...પ્રેમ જ્યારે વેદનાની ચમક પહેરીને આવે છે ત્યારે તે ગજબનાક ખટ્ટો મીઠો સંતોષ આપી જાય છે.
- પ્રેમનુ ગણિત કે રસાયણ નથી. પ્રેમમાં મિકેનિક્સ કે મેથેડોલોજી ન હોઈ શકે પ્રેમ કદાચ સંગીતની જેમ ફેલાઈ જાય છે. વિસ્તરતો જાય છે. ઈમ્પ્રોવાઈઝ થતો જાય છે.
- ચંન્દ્ર્કાન્ત બક્ષી
--------------------------------
અને છેલ્લે ....
--------------------------------
અને છેલ્લે ....
હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ...
તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ .... (જિગર જોષી "પ્રેમ")
No comments:
Post a Comment