Sunday, June 12, 2011

કેટલાક માણસો ...Article

સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં ! ....
- ભરત વિંઝુડા
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો......

-રતિલાલ ‘અનિલ’


કેટલાક માણસો સાવ સુક્કા ઘાસ જેવા હોય  છે.
તેઓ ભારામા બંધાઇ શકે છે, ભેસનો આહાર બની શકે છે,
અને ઝટઝટ બળી શકે છે, પરંતુ ખીલી શક્તા નથી.
ગમાણમા પડેલા સુક્કા ઘાસને ભારે નિરાત હોય છે, ન ખીલવાની નિરાત !

ધ્રુવ પ્રદેશ ના થીજી ગયેલા બરફ ને નિરાત હોય છે.
એ વહી જવાની ઉપાધીથી મુકત હોય છે.

ખાબોચિયુ સુકાઈ શકે છે પણ વહી નથી શકતુ.
ઝરણુ સદાય વહેવાની ધુન મા હોય છે.
પ્થ્થરો સાથે અથડાતા રહી ને એ વ્હેવાનુ ચાલુ રાખે છે.
પ્રત્યેક પગથિયે પહાડી ઝરણુ પોતાની જાત ને જોખમમા મૂકતુ રહે છે.
એના આવા સાહ્સ માથી જ સંગીત પેદા થતુ હોય  છે.
આ વિશ્વમા જ્યા અને જ્યારે કશાક પ્રકારનો સંઘર્ષ 
લયબધ્ધ બને ત્યારે જ 
સંગીતનુ નિર્માણ થતુ હોય છે.
સંગીત એટ્લે  સંઘર્ષનો મોક્ષ...
ખાબોચિયા અને ઝરણા વચ્ચે જીવતી માણસજાત 
સતત કોને અનુસરવુ તેની વિમાસણમા જ જિદગી પૂરી કરતી આવી છે.
ખાબોચિયાની સલામતી એટ્લે મ્રુત્યુ પહેલા જ મરી જ્વાની જડ્બેસલાક, બંધિયાર અને ગંદી વ્યવસ્થા.

ઝરણાની બિનસલામતી એટ્લે જિવાય ત્યા સુધી જીવી જ્વાની મંગલમય અવ્યવસ્થા.


- by ગુણવંત શાહ

અને છેલ્લે ....

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષI તું પ્રથમ શબ્દો વગરની....
- રમેશ પારેખ
 

No comments:

Post a Comment