Sunday, June 19, 2011

હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને...

 લાઈફ ક્યારેક બહુ અજીબ લાગે છે .... કે પછી ક્યારેક આપણે જ એટ્લા અજીબ બની જતા હોઈએ છીએ ? નાના હોઈએ ત્યારે એમ થાય ક્યારે જલ્દી મોટા થઈ જઈએ અને મોટા થઈએ ત્યારે એમ થાય છે કે શુ કામ મોટા થયા ? કાશ ફરી  નાના થઈ જઈએ .... ભી્ડમા હોઈએ તો એમ થાય કે ક્યાક દૂર શાંત સ્થળે એકાંતમાં નિરાંતે રહીએ .... અને એકલા હોઈએ તો એમ થાય કે પોતાના લોકોની વચ્ચે રહીએ.  well .... પણ એકલા રહેવુ અને એકાંતમાં રહેવુ એમા પણ ઘણો ફરક (ફર્ક) છે.  આપણે જેમની વચ્ચે રહેતા હોઈએ એ ખરેખર આપણા હોય તો એમની સાથે રહેવુ એ સાચેજ મજા છે. છતાંય પોતાની જાત સાથે થોડો સમય ગાળવાની, ખુદની સાથે વાત કરવાની પણ એક અલગ મજા છે ....

એકાંતની વાત નિકળી છે તો એક વાર્તા યાદ આવે છે ..... એકવાર એક સંત ફરતા ફરતા એક શક્તિશાળી રાજાના રાજ્યમા આવે છે.  એટલે રાજા અને રાણી પણ એમને મળવા જાય છે. સંતની સાથે ધર્મ અને ધ્યાનની ચર્ચા કર્યા  પછી રાજા અને રાણી ને એમા વધારે રસ પડે છે અને વધારે ઉંડાણપૂર્વક સંત પાસેથી ધ્રર્મ અને ધ્યાન વિશે જાણે છે. તેમ જ એને જીવનમાં ઉતારવાનો અને એ મુજબ જ જીવવાનો નિર્ધાર કરે છે. રોજ અમુક નક્કી સમય સુધી રાજા અને રાણી ધ્યાન કરવા લાગે છે. અને વધુ ને વધુ પોતાની અંદર ઉતરતા જાય છે. જીવનને , આસપાસની વસ્તુઓ ને સમજતા જાય છે.

એકવાર રોજ ની જેમ જ રાજા અને રાણી ધ્યાન કરીને બેઠા હોય છે ત્યા અચાનક રાણીને પ્રશ્ન થાય છે ...અને એ  રાજાને પૂછે છે કે -"આમ તો આ પ્રશ્ન બહુ વિચિત્ર છે છતા મારા મનનુ સમાધાન કરો અને કહો કે તમે સહુ થી વધારે કોને પ્રેમ કરો છો ?" રાજા વિમાસણમા મૂકાઈ જાય છે. ધર્મના સાચા રસ્તા પર ચાલવાની ટેક લીધી છે તો જુઠ્ઠુ તો બોલાય નહી .... પણ તો યે એ વિચારે ચડી જાય છે ... રાજા પણ વિચારે છે કે આખરે એ સહુથી વધારે શેને પ્રેમ કરે છે ? આજ પહેલા એણે ક્યારેય આ વિષે વિચાર્યુ નહોતુ. એ રાણી પાસે એક દિવસ નો સમય માગે છે અને સામે રાણીને પણ એ જ સવાલ પૂછે છે કે " રાણી તમે કોને પ્રેમ કરો છો સહુથી વધુ ?" 
આખરે બંને નક્કી કરે છે કે ધ્યાન કરતી વખતે મગજ શાંત હોય એટલે ત્યારે જ આનો જવાબ શોધીશુ.

બીજા દિવસે ધ્યાન કર્યા બાદ રાજા રાણીને જણાવે છે કે " માફ કરજો રાણી પણ તમે પૂછેલો સવાલ આજે ધ્યાન કરતા મે મારી જાતને પૂ્છ્યો તો મને જાણવા મળ્યુ કે હુ સહુથી વધારે મને જ પ્રેમ કરુ છુ. હુ જે કઈ પણ કરુ છુ એ મને સુખ મળે છે, શાંતિ મળે છે, આનંદ મળે છે , સંતોષ મળે છે એટલે જ કરુ છુ.....અર્થાત હુ મને જ સહુથી વધુ ચાહુ છુ " ......................... રાણી કહે ," આશ્ચર્ય ! પણ મે પણ ધ્યાન કરતા કરતા મારી જાતને આ સવાલ પૂછ્યો તો મને પણ ખબર પડી કે હકીકત મા હુ પણ મારી જાતને જ સહુથી વધારે પ્રેમ કરુ છુ ...".........

" માણસ ખરેખર ખુદને જ સહુથી વધારે ચાહે છે ..... અને એ  જ સાચુ અને યોગ્ય છે. જે ખુદને ચાહી ના શકે એ બીજાને તો કેવી રીતે ચાહી શકે ?" .....  કોઈ ની ખુશી માટે ક્યારેક કોઈ પોતાની ખુશી જતી કરે છે એ વાત સાચી .... પણ એ ખુશી જતી કરવા પાછળ પણ ખુદ ને જ આત્મસંતોષ આપવાની ભાવના રહેલી હોય છે ને! તો એમા પણ અલ્ટીમેટલી તો પોતાની જાતને ચાહવાની  વાત આવીને! ...  આપણે જે કંઈ કરીએ છીએ એ આખરે તો ખુદને જ કેંન્દ્રમા રાખીને કરીએ છીએ ને! જાતથી અળગા થઈને તો ભલા ક્યા જઈ શકવાના! .... "
anyways,  વધુ પડ્તી ફીલોસોફી અહી ગદ્યમા છલકાઈ જાય  એ  પહેલા  પદ્યમા આ  philosophical poem :)

એક પણ પગલું- સગડ મૂક્યા વિના, અવગત થઈને,
આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?

ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,
નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.

ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું - હદથી વધારે,  પુખ્ત થઈને.

સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયે
કૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.

ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,
એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.....

- હિતેન આનંદપરા

No comments:

Post a Comment