Friday, June 24, 2011

મા, માતા, મમ્મી, બા .. નામ રુપ જુજવા અંતે હેતનુ હેત ...

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ...


ખરેખર મા-બાપના કોઈ પર્યાય નથી હોતા. માતા અને પિતા બંનેનુ પોતપોતાનુ અલગ અને છતા એકસરખુ મહત્વ હોય છે જીવનમા. કોઈ એકનો અભાવ જીવનને ખાલી ખાલી બનાવી દે છે. ખાસ કરીને જે ઉંમરમા એમની સહુથી વધુ જરુર હોય ત્યારે જ જો મા કે બાપ કે પછી બંને છોડીને જતા રહે ત્યારે જીવન અઘરુ થઈ જાય છે ...... પણ ગઈકાલે અહી મૂકેલી કવિતામાં નાનપણ મા જ "મા" ને ગુમાવી દીધેલ બાળક ને એ પણ સરખુ યાદ નથી કે એની મા કેવી લાગતી હતી. બાળક ્છે એટ્લે સહજતાથી કહી દે છે કે "મા તુ મને આમ તો નથી સાંભરતી ...." .....    " મોટેભાગે રમત રમવામા મશગુલ હોવ ત્યારે મને તુ યાદ નથી આવતી. કયારેક ક્યારેક જ વચમા સાંભરી આવે છે તુ.  છ્તાય  ખાસ તો રાતના અંધકાર મા જ્યારે એકલો  હોવ ત્યારે ખુલ્લા કાળા આકાશમા મા મને તારી  આખો .. તારો ચહેરો દેખાઈ જાય ને... ત્યારે જ મા તુ  સહુ થી વધુ યાદ આવે છે."

ખેર આ તો એ બાળકની વાત થઈ ..... મા હોય કે કોઈપણ અન્ય સ્વજન હોય એને ગુમાવવાનુ દુખ તો જેણે સ્વજન ગુમાવ્યુ હોય એ જ જાણે. આજથી ચાર વર્ષ પહેલા... મે જ્યારે મારી મમ્મીને અચાનક ગુમાવી દીધી ત્યારે ... મને પણ સમજાતુ નહોતુ કે આટલા વર્ષ ઈશ્વરે મને માના સાંન્નિધ્યમા રહેવાની તક આપી એને માટે એનો આભાર માનુ કે પછી આમ અચાનક એને મારી પાસેથી છીનવી લીધી એને માટે એના પર ગુસ્સો કરુ ! જે હોય એ માના સાન્નિધ્યમા જેટ્લુ રહીએ એટલુ ઓછુ જ પડે .... 

"મમ્મી , તુ જો ક્યાકથી મને સાંભળી શકતી હોવ કે દેખી શકતી હોવ તો આ જરુર વાચજે .... તુ હતી ત્યારે એક દિવસ પણ મારાથી દુર જતી તો હુ બેચેન થઈ જતી ..... એક દિવસ પણ તારા વગર ના રહી શક્તી હુ ચાર વર્ષથી તારા વગર એકલી કેમની રહુ છુ એ મને પણ સમજાતુ નથી . કદાચ તારી શીખવેલી દરેક જીણી જીણી નાની નાની વાત .. આજે મને તારા વગર જીવવામા મદદ કરી રહી છે ..... "

મારી મમ્મીની ચોથી પુણ્યતિથિએ .... પંચમ શુક્લની " બા પાસેથી શીખ્યો છુ ..." ખાસ સરવાણી પર ...... દુનિયાની દરેક માતાને સલામ ....
 આમ તો આ કવિતા કવિ શ્રી કૃષ્ણ દવે ધ્વારા આયોજિત કવિ સંમેલનમાં શ્રી પંચમ શુક્લના સ્વમુખે સાંભળેલી ત્યારથી જ અહી મૂકવાનો વિચાર હતો પણ પૂરી કવિતા નહોતી ... પછી થોડા દિવસ પહેલા જ "readsetu.wordpress.com " પરથી પૂરી કવિતા મળી આવી .... તો ખાસ આભાર readsetu.wordpress.com ....
ભણ્યા પછી પણ શું ગણવાનું, બા પાસેથી શીખ્યો છું હું
ભાર નકામો ભૂલી જવાનું, બા પાસેથી શીખ્યો છું હું

વહેવારોને જાળવવાનું બા પાસેથી શીખ્યો છું હું
આદર્શોને ઓળખવાનું બા પાસેથી શીખ્યો છું હું

સંન્યાસીને જમાડવાનું બા પાસેથી શીખ્યો છું હું
સંસારી થઇને રહેવાનું બા પાસેથી શીખ્યો છું હું

ટાઢાકોઠે સાંભળવાનું બા પાસેથી શીખ્યો છું હું
હૈયું ક્યે એમ કરવાનું બા પાસેથી શીખ્યો છું હું

કણ કણ રે ને ઊડે ફોતરાં, એ જ માપથી હળવું ભારે
જરૂર જેટલું વેતરવાનું બા પાસેથી શીખ્યો છું હું

આદુને ઝીણી ખમણીથી, કોળાને મોટા ચાકુથી
કદ પ્રમાણે વેતરવાનું બા પાસેથી શીખ્યો છું હું

મુઠ્ઠીમાં મંદરાચળ જેવું, કોઠીમાં ઘઉં દાણા જેવું
અવરનજરને પારખવાનું બા પાસેથી શીખ્યો છું હું

કથાપૂજામાં એક આચમન, સૂતક હોય તો માથાબોળ
પાણી ક્યાં ક્યમ વાપરવાનું બા પાસેથી શીખ્યો છું હું

ચકલીની કણકી નોખી ને ગૌમાતાનો ગ્રાસ અલગ પણ
થાળીને ધોઇને પીવાનું બા પાસેથી શીખ્યો છું હું

પલકવારમાં તાકેતાકા ઉખેડવાની ગુંજાઇશ પણ
પંડ જેટલું પાથરવાનું બા પાસેથી શીખ્યો છું હું

સુરજને દઇ અર્ઘ્ય સવારે, કરી આરતી સંધ્યા ટાણે
ચડતી પડતી જીરવવાનું બા પાસેથી શીખ્યો છું હું

- પંચમ શુક્લ

No comments:

Post a Comment