Monday, June 6, 2011

હવે તો ધરુ વૃક્ષનુ ધ્યાન ! ...


કોઈ વ્રુક્ષ કપટી નથી હોતુ
કોઈ પંખી ભ્રષ્ટ નથી હોતુ
કોઈ વાદળ કંજુસ નથી હોતુ
પર્વત જેટ્લો ઉંચો,
તેમ એની ખીણ ઉંડી.
મહાસાગર ગહન - ગંભીર ખરો
પણ એનો ઉમળ્કો તો અનંત 
તરંગરાશિ પર સદાય ઉછળતો જ રહે છે.
નદીના હ્ર્દયમાં ભેદભાવ નથી હોતો
સાધુ જેવા દેખાતા ગમે તે માણસોનો
ચરણસ્પર્શ કરવા માટે પાગલ બનીને 
પડાપડી કરનારા લોકોને
ઉપર ગણાવ્યા તેવા
ભવ્ય અને દિવ્ય ગુરુસ્થાનો
નજરે નહી પડતા હોય ???
 
- ગુણવંત શાહ


ગઈકાલે ૫ જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ હ્તો. જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યુ છે એ જોતા હવે દરેક દિવસ "પર્યાવરણ દિન" તરીકે જ ઉજવવો જોઈએ.... પાડ માનો કુદરતનો કે હવા, પાણી, ઉજાસ, લીલોતરી, પંખીઓના મીઠા ટહુકા .... આ બધા માટે આપણને બિલ નથી ભરવા પડતા...... અને એટલે જ આપણને એની કીંમત નથી રહી..... કે પછી ક્યારેક અંગત લાઈફની દોડાદોડીમા આ બધા ખજાનાને માંણવાની અને એની સંભાળ રાખવાની ફૂરસદ નથી રહી ..... પણ હાલ તો હવે પૃથ્વીની એ સ્થિતિ થઈ ગઈ છે કે "આપણે બચવુ હશે તો જખ મારીનેય પર્યાવરણ ને બચાવવુ પડશે... " 


કહેવાય છે કે પુસ્તક એક ઉત્તમ મિત્ર છે. તો પછી વૃક્ષ પણ એક ઉમદા સ્વજનથી કંઈ ઓછુ નથી. જેટલુ જગતના આ વાતાવરણ પાસેથી આપણે જીવનભર લઈએ છીએ એનુ ઋણ ચુકવવુ તો અશક્ય છે... એના બદલામા એના જેટલુ જ કઈક આપવુ પણ અસંભવ છે. પરંતુ એક વૃક્ષ વાવીને, આપણી આસપાસ વસતા પશુ- પંખીઓને ઓછા કનડીને, પ્રમાણસરની વીજળીને - પાણી વાપરીને આપણે થોડુ તો યોગદાન આપી જ શકીએ. એ આપણી ફરજ અને ધર્મ બંને છે ........ સાચે જ લેખક ગુણવંત શાહ સાચુ કહે છે કે જેણે જીવનભર એક પણ વૃક્ષ નથી વાવ્યુ એ  વાસ્તવમા વાંઝીયા જ છે ....

અને છેલ્લે ...



પથ્થરના આલય નહી, દેજે હર્યાભર્યા મેદાન,
હવે તો ધરુ વૃક્ષનુ ધ્યાન  !
લીલોછમ અવતાર ધરીને ઊભા સ્વયમ ભગવાન,
હવે તો ધરુ વૃક્ષનુ ધ્યાન  !

ફળ આપ્યા કોને ને કોને દીધી મહેકની છાબ,
કહો કદી વૃક્ષોએ રાખ્યો એનો ક્યાય હિસાબ ?
કેટકેટલા પંખી આવે બેસે ભરે ઉડાન,
હવે તો ધરુ વૃક્ષનુ ધ્યાન  ! ...
- કૃષ્ણ દવે

No comments:

Post a Comment