ઝાંઝવાએ એક દિવસ હરણાંને કહ્યુ
કે મારી પાછળ તું દોડ નહી આમ.
હરણાંના શમણાંઓ આંખથી ઝરી ગયાં
બળી ગયુ લાગણીનુ ગામ.
પહેલાં તો જળ થઈ ઊંડેરો સાદ કર્યો
પછી કહ્યુ - " હું તો કેવળ ઝાંઝવુ છુ !"
કંઠમાં તરસ લઈ આખીયે જિંદગી
હરણાં એ હવે તો કરાંજવુ રહ્યુ.
ઝાંઝવુ તો ઝાંઝવુ પણ મારાથી તારા વિના
કેમે કરીને નહી રહેવાશે, રામ !
શ્વાસ શ્વાસ રણ અને આસપાસ ઝાંઝવાં
ને હરણાની વાંઝ્ણી આ દોટ
અણદીઠો પારધી તાકીને તીર બેઠો
જીવતે જીવત હવે મોત.
રાખ રાખ થઈ ગઈ મારી આ જિંદગી
એને શાને દિયો હવે ડામ ?
ઝાંઝવાએ એક દિવસ હરણાંને કહ્યુ
કે મારી પાછળ તું દોડ નહી આમ.
- સુરેશ દલાલ.
કે મારી પાછળ તું દોડ નહી આમ.
હરણાંના શમણાંઓ આંખથી ઝરી ગયાં
બળી ગયુ લાગણીનુ ગામ.
પહેલાં તો જળ થઈ ઊંડેરો સાદ કર્યો
પછી કહ્યુ - " હું તો કેવળ ઝાંઝવુ છુ !"
કંઠમાં તરસ લઈ આખીયે જિંદગી
હરણાં એ હવે તો કરાંજવુ રહ્યુ.
ઝાંઝવુ તો ઝાંઝવુ પણ મારાથી તારા વિના
કેમે કરીને નહી રહેવાશે, રામ !
શ્વાસ શ્વાસ રણ અને આસપાસ ઝાંઝવાં
ને હરણાની વાંઝ્ણી આ દોટ
અણદીઠો પારધી તાકીને તીર બેઠો
જીવતે જીવત હવે મોત.
રાખ રાખ થઈ ગઈ મારી આ જિંદગી
એને શાને દિયો હવે ડામ ?
ઝાંઝવાએ એક દિવસ હરણાંને કહ્યુ
કે મારી પાછળ તું દોડ નહી આમ.
- સુરેશ દલાલ.
No comments:
Post a Comment