જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.
- હેમેન શાહ
ફ્રેન્ચ કવિ ફ્રાન્સિસ પોંગેનું પ્રવચન શરુ થાય એ પહેલાં સાવ વિચિત્ર ઘટના સભાખંડમાં બેઠેલા સુગ્ન શ્રોતાઓને જોવા મળેલી. કવિએ પોતાની આગળ ગોઠવાયેલા ટેબલને ભેટવાનું અને વહાલ કરવાનુ શરુ કર્યુ. શ્રોતાઓ એ ચાળાથી ભરે અચરજમાં પડી ગયા. તેમને થયું કે કવિનું મગજ ચસકી ગયુ લાગે છે. પછીની ક્ષણોમાં કવિએ ખુલાસો કર્યો અને કહ્યુ - " તમે સહુએ જોયુ કે હુ ટેબલને વ્હાલ કરુ છુ. કારણ જાણવુ છે ? આ ટેબલ એવુ કશુય નથી કરતુ કે પોતે ટેબલ નહી, પણ પિયાનો છે એવી છાપ પડે. "
- ગુણવંત શાહ
સાચી વાત છે. આપણે ભાગ્યે જ આપ્ણે જેવા હોઈએ એવા પ્રગટ થતા હોઈએ છીએ. બાકી તો શિષ્ટા્ચાર, સંસ્કૃતિ અને સંસ્કારના નામે અને એવા બીજા કંઈ કેટલાય કારણસર હોઈએ ભલે ટેબલ પણ પિયાનો અને ખબર નહી શુ શુ બની ને ફરવુ પડે છે, જો કે અહી એક વાત એ પણ છે કે ટેબલને સમાજ નથી હોતો, એની આસપાસ એના જેવા સેંકડો ટેબલ નથી હોતા. એને બીજા પંચાતિયા ટેબલ હેરાન નથી કરતા હોતા. કોઈ ટેબલ બીજા ટેબલની લાઈફ માં ઈન્ટરફીઅર નથી કરતુ ... કેમકે ટેબલ ને ઈમોશન્સ નથી હોતી. એટલે જ ટેબલ હંમેશા ટેબલ રહી શકે છે. પણ માણસ ક્યારેય એક જેવો નથી રહી શકતો કેમ કે એ લાઈવ હોય છે, એની આસપાસ એના જેવા સંકડો માણસ હોય છે, સવાલો હોય છે, પંચાતો હોય છે, દુખ હોય છે, શોક હોય છે અને શોખ હોય છે, સુખ હોય છે, ઈર્શા હોય છે .... અને બહુ બધુ હોય છે ... જે માણસને ખાલી માણસ નથી રહેવા દેતો. પણ આ બધામાં જીવનમાં કેટલીક જગ્યાઓ અને કેટલોક સમય એવો રાખવો જોઈએ માણસે જ્યાં એ માત્ર અને માત્ર એના માણસ તરીકે ના અસ્તિત્વ સાથે પ્રગટ થઈ શકે. ત્યાં એણે પિયાનો બનવાની જરુર ના પડે. અને એવી ક્ષનો આપણે જાતે આપણી લાઈફમાં શોધવાની/ઉભી કરવાને હોય છે. અને એવી ક્ષણોને વધારવાની પણ હોય છે.
અને છેલ્લે,
ધન વિના મોજશોખ માણે છે, કોઈ એવા અમીરને ઓળખ,
તું જ આસન લગાવ અંતરમાં, તું જ તારા કબીરને ઓળખ.
- હરજીવન દાફડા
No comments:
Post a Comment