Thursday, March 31, 2011

હું મા્રી અંદર આખુ સ્મશાન રાખુ છુ...

નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
ખડક ઉભા જ રહ્યા છે વિચાર કરવામાં ....

*******

મરણ જતુ ન રહે એનુ  ધ્યાન રાખુ છુ
દરેક શ્વાસને હું સાવધાન રાખુ છુ

દહન કર્યા કરુ છુ રોજ લાગણીઓને
હું મા્રી અંદર આખુ સ્મશાન રાખુ છુ

ભલે છું કોડિયુ નાનું, છતાં સમય આવે,
સૂરજની સાથ બરાબરનુ સ્થાન રાખુ છુ

મને ખબર છે મને તુ કશુ ન દેવાનો,
કશુ ન માગીને હું તારી શાન રાખુ છુ.

છું મૌન 'બેદિલ' કોઈની આબરુ ખાતર,
નહીં તો હું ય તેજાબી જબાન રાખુ છું.....

- અશોક ચાવડા 'બેદિલ'

1 comment:

  1. વાહ, શું સુંદર ગઝલ છે. કોઈ ધર્મગ્રંથોના અર્ક સમો પ્રથમ શેર છે. સાદ્યંત સુંદર ગઝલ

    ReplyDelete