પોલાણ કેટલાં ભર્યા નક્કર પહાડમાં
બોલી રહી હતી નદી દરિયાના કાનમાં
ખોટોય અર્થ નીકળે બસ એ જ બીકથી
મેં લાગણી મૂકી દીધી પાછી કબાટમાં
આ બારણું નથી જરા તું ધ્યાનથી નીરખ
ઉઘાડબંધ થાય છે ચહેરો કમાડમાં
ખિસ્સા તપાસતાં જ પુષ્પગંધ નીકળી
બદનામ થઇ ગયો પવન આખાય બાગમાં
સામે ય આવતાં નથી લોકો ડરી ગયા
જેવું જડી દીધું અમે દર્પણ લિબાસમાં....
બોલી રહી હતી નદી દરિયાના કાનમાં
ખોટોય અર્થ નીકળે બસ એ જ બીકથી
મેં લાગણી મૂકી દીધી પાછી કબાટમાં
આ બારણું નથી જરા તું ધ્યાનથી નીરખ
ઉઘાડબંધ થાય છે ચહેરો કમાડમાં
ખિસ્સા તપાસતાં જ પુષ્પગંધ નીકળી
બદનામ થઇ ગયો પવન આખાય બાગમાં
સામે ય આવતાં નથી લોકો ડરી ગયા
જેવું જડી દીધું અમે દર્પણ લિબાસમાં....
- મકરંદ મુસળે
Thanks to bharatdesai.wordpress.com
No comments:
Post a Comment