Tuesday, June 21, 2011

ચંદ્રકાન્ત બક્ષીની અટપટી વ્યાખ્યાઓ ...

ચંદ્રકાન્ત બક્ષીની અટપટી વ્યાખ્યાઓ કેટલાક રોજ બ રોજ વપરાતા શબ્દો માટે ...

"ઘર એટ્લે શુ ?" જ્યોર્જ બર્નાડ શૉ એ વ્યાખ્યા આપતા કહ્યુ હતુ, " ઘર એ છોકરી માટે જેલ છે અને સ્ત્રી માટે વર્કશોપ છે. " આ જ રીતે અમેરિકન હાસ્યકાર એચ.એલ.મેન્કેને કહ્યુ હતુ, "સંસારમા બે જ વર્ગના માણસો  સુખી છે. એક પરિણિતા સ્ત્રીઓ અને બીજા અપરિણિત પુરુષો. " અહી થોડા રોજબરોજ વપરાતા શબ્દોને વ્યાખ્યાઓમા બાંધવાની કોશિશ કરી છે. જેમકે , ...

મંમી - " એ વ્યક્તિ જે તમે નાના હતા ત્યારે વહેલી ઉઠીને એક કપ ચા બનાવી આપતી હતી. હવે તમારુ લગ્ન થઈ ગયુ છે એટલે વહેલી ઉઠીને બે કપ ચા બનાવે છે."


તલાક - " આઈ ડોન્ટ લવ યુ .... આઈ ડોન્ટ લવ યુ .... આઈ ડોન્ટ લવ યુ .... !"

કામ
- કામવાળીનો પતિ.


પાણિગ્રહણ - " ગ્રહણો ત્રણ જાતના હોય છે. સૂર્યગ્રહણ, ચંદ્ર્ગ્રહણ અને પાણિગ્રહણ. પહેલા બેમાંથી થોડા સમય બાદ મુક્તિ થઈ જાય છે. ત્રીજામાંથી સામાન્ય રીતે મુક્ત થવાતુ નથી. થવાય તો પણ એ તકલીફનુ કામ છે. "

પ્રેમપત્ર - "પુરુષ માટે જુનિયર કે.જી. ની અને સ્ત્રી માટે હાયર સેકન્ડરીની પરિક્ષા."


આઈ લવ યુ - " જ્યારે પતિ-પત્નિ બંનેની આંખોમાં ઊંઘ ઘેરાઈ ચૂકી હોય ત્યારે ઊઘ ઉડાવવા માટે ઉચ્ચારાતો મંત્ર. પણ આ મંત્ર અપરિણામી છે."

આદર્શ પતિ - "ઘરમાં કલર ટીવી હોય છતાં પણ રેડિયો પર મિડિયમ વેવ પકડીને મુંબઈ "અ" સાંભળ્યા કરતો હોય એવો પુરુષ. "


પ્રેમ - "પતિનો "પ" અને મંમ્મીનો "મ" આ બે વચ્ચે સંતુલન રાખીને બનાવેલો શબ્દ."

રસોડું - " આઅ એક એવો રહસ્યપ્રદેશ છે જેની ભૂગોળ સતત બદલાતી રહે છે. અને પુરુષ મૃત્યુ સુધી આની ભુલભુલામણી સમજી શકતો નથી. "


જન્મદિવસ - "પુરુષ અનાયાસે ભુલી શકે અને સ્ત્રી અનાયાસે યાદ રાખી શકે એવો દિવસ. "

પ્રણયત્રિકોણ - "આ એક એવો ત્રિકોણ છે જેના બે ખૂણા સરખી ડિગ્રિવાળા છે, એકબીજાના પૂરક, સમભાવી છે,સુંવાળા ્છે અને વાગતા નથી. પણ એના ત્ર્ણ ખૂણામાથી એક ખૂણો અણિદાર છે., વાગ્યા કરે છે અને એ જ દેખાયા કરે છે. જ્યોમેટ્રીમા જે આઈસોસિલિસ ટ્રાયંગલ છે એ  આ પ્રણયત્રિકોણનુ જ પ્રતિક છે."


કજોડુ - "એક બૂટ અને એક ચંપલ સાથે મૂક્યા હોય એવી સ્થિતિને કજોડુ કહે છે. "


ડિયર
-" પતિ જ્યારે સાંભળતો નથી ત્યારે આ શબ્દ વપરાય છે. આ શબ્દ મૂળ મેડિકલ વિજ્ઞાનમાંથી આવેલો છે."

સ્ત્રીહઠ - " અમેરિકાના 'વૂમન્સ ડે " પત્રે ૬૦,૦૦૦ પરિણિતા સ્ત્રીઓને એક પૂછ્યો હતો - ' જો તમારે ફરીથી પરણવુ હોય તો તમે આ જ પુરુષને પરણો ? ' - અને ૩૮% સ્ત્રીઓએ કહ્યુ હતુ - ' ના, હવે પરણવુ હોય તો આ બબૂચક્ને તો ન જ પરણાય ! આ બાકીની ૬૨% સ્ત્રીઓના પ્રતિભાવની આપણી ભાષામા સ્ત્રીહઠ્ની સંજ્ઞા આપવામાં આવી છે. "

 - ચંન્દ્ર્કાન્ત બક્ષી

No comments:

Post a Comment