જોયેલું હું ભૂલી જઉં ને બોલેલું કંઇ જાણું નૈ
મારું કામ છે ઇશ્વર જેવું મારું કંઇ ઠેકાણું નૈ ...
મારું કામ છે ઇશ્વર જેવું મારું કંઇ ઠેકાણું નૈ ...
- મકરંદ મુસળે
ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ, તણખલાંઓ ચાવીએ
ખળ ખળ વહી જતી પળો કાલે ન પણ મળે
થઈએ ભીનાં ફરીથી, ફરીથી સુકાઈએ
ઉગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં
મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ
વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠા કરી દ્ર્શ્યો તારવીએ
આંગળીઓ એકબીજાની ગણીએ ધીમે ધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ ...
- હેંમંત ધોરડા
No comments:
Post a Comment