આવતી કાલે જન્માષ્ટમી છે .... અને જન્માષ્ટમી હોય એટલે શ્રી કૃષ્ણ તો યાદ આવે જ ને ! અને શ્યામ યાદ આવે તો રાધા ને કેમ કરી ભુલાય ? એક ભગવાન તરીકે નહી પણ મહાભારતના એક પાત્ર તરીકે પણ જોઈએ તોયે કૃષ્ણ એક અદભુત અદભુત અદભુત વ્યક્તિ હતા ... કદાચ ભારતના ઈતિહાસ માં એક રામ અને એક કૃષ્ણ ના હોત તો ભારતની સંસ્કૃતિ આટ્લી મહાન અને અજોડ ના હોત ... તો એ અદભુત વ્યક્તિના જન્મ દિવસની ખુશીમા ... એક અદભુત ગીત ...
પોતીકા રુપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?
કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ- દોથ ચાખી.
શીકાંઓ તોડ મારા વસ્તર તુ ચોર,
મારી હેલ્યુની હેલ્યુ દે ભાંગી
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બહાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી ....
- વિવેક મનહર ટેલર
No comments:
Post a Comment