વીતે ન એક ઘડીથી ઘડી, એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.
સુક્કા અધર ઉપર ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ઉઘાડાં નયનથી કોઈ વલણ.
પથરાળ ટેરવાંમાં કોઈ સ્પર્શ ના વહે,
ને વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.
અંતર કદી રુંવાથી રુંવાનું તૂટે નહિ,
લીરા કરી ત્વચાના ઉડાવે ન કોઈ વ્રણ.
ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ પણ....
- હેમંત ધોરડા
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.
સુક્કા અધર ઉપર ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ઉઘાડાં નયનથી કોઈ વલણ.
પથરાળ ટેરવાંમાં કોઈ સ્પર્શ ના વહે,
ને વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.
અંતર કદી રુંવાથી રુંવાનું તૂટે નહિ,
લીરા કરી ત્વચાના ઉડાવે ન કોઈ વ્રણ.
ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ પણ....
- હેમંત ધોરડા
No comments:
Post a Comment