તુ માને તો ચાલ આપણે ઝાકળ - ઝાકળ રમીએ,
શબ્દોને સંતાડી દઈએ, કોરો કાગળ રમીએ
ભીની આંખે - આવ આપણે મૃગજળ મૃગજળ રમીએ,
હથેળીઓમાં મૂકી હથેળી બાવળ બાવળ રમીએ ...
કવિઓ સાચે જ કલાકાર હોય છે ... આમાં મેં કંઈ નવુ નથી કહ્યુ. પણ જુદી જુદી વસ્તુઓ વાંચતી વેળા સમયાંતરે આ વાતનો અનુભવ થતો રહે છે. દુનિયામાં અઢળક વિષયો છે કવિતા લખવા માટે ચાંદો, સુરજ, ફૂલ-ગુલાબ, નદી, પર્વત, લીલા પીળા ઝાડ ..... પણ "બાવળ" ! ... નર્યા સૂકા રણ કે પથરાળ જમીનમાંથી આડાઅવળા ફૂટી નિકળેલા અને આમ તો પ્રથમ નજરે જરાય નયનરમ્ય ન લાગતા આ કાંટાળા છોડમાં પણ અનેક શક્યાતાઓ શોધી કાઢે એ જ તો કવિ ..... બે-ચાર દિવસ ના ટૂંકાગાળામાં જ જુદી જુદી જગ્યાએ સુંદર પંક્તિઓ વાંચવા મળી અને બંનેમાં "બાવળ" નો સરસ ઉપયોગ કર્યો છે ... તો પછી તો એ બંન્ને અહીં પોસ્ટ કરવી જ રહી ....
બાવળની જાત (ગીત )
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં,

આપણે તો આવળને બાવળની જાત.
ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં!
ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન
નિંરાતે બેસી જે ભરચક પીવેને એને.. પાલવે આ લીલા.. ગુમાન
રોકે કદાચ…. કોઇ ટોકે કદાચ
તોયે મહેફિલથી કોઇ દિવસ ઉઠવાનું નહીં !
ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં! ...
આપણેતો એણી એ સમજણ શું રાખવાની, મસ્તીમાં ખરવું કે ફાલવું ?
આપણાતો લીલાછંમ્ લોહીમા લખેલું છે ગમ્મેતે મૌસમમા મ્હાલવું
હસવું જો આવે તો હસવું બેફામ
અને આંસુ જો આવે તો લુંછવાનું નહીં!
ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં! ...
ઉંડે ને ઉંડે જઇ .. બીજુ શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન
પથ્થરને માટીના ભૂંસી ભૂંસી ને ભેદ કરવાનું લીલું તોફાન
દેખાડે આમ.. કોઇ દેખાડે તેમ ..
તો ય ધાર્યુ નિશાન કદી ચૂકવાનું નહીં!
ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં! ...
- કૃષ્ણ દવે
અને છેલ્લે ...
.. છાતીમાંના ભર વૈશાખે વાદળ વાદળ રમીએ
બે પાંપણની વચ્ચે વહેતું ખળખળ ખળખળ રમીએ...
ભીની રાતે - ખુલ્લી આંખે બળબળ બળબળ રમીએ,
ચાલ અરીસા ફોડી નાખી ઝળહળ ઝળહળ રમીએ ...
(કાજલ ઓઝા વૈધની એક બુકમાંથી ...)

No comments:
Post a Comment