જે રસ્તા પરથી હમણા હમણા રોજ પસાર થઉ છુ ત્યાં વચ્ચે થોડોક રસ્તો એવો આવે છે જ્યા લખ્યુ હોય છે "એક્સિડેન્ટ ઝોન" ... "નો સ્ટોપીંગ નો સ્ટેન્ડીંગ " ...... લાઈફમાં પણ આવા અમુક "એક્સિડેન્ટ ઝોન" હોય છે કદાચ....... જ્યા ચાહીને પણ થોભી ના શકાય નહી તો એવો અકસ્માત થાય કે એ ઈજા કે નુકસાન અસહ્ય થઈ પડે... લાઈફના એવા તબક્કામાંથી તો ધીમેથી છતા મક્કમ રહીને પસાર થઈ જવુ સારુ ..... જો અકસ્માત ટાળવો હોય તો! .... અને લાઈફના આવા અકસ્માતમાં અવાજ નથી આવતો તોય ઈજા બહુ ભયાનક થાય છે ... અને પેઈન પણ ... આવા જ કોઈ એક્સિડેન્ટ્ની ઈજાનું પેઈન છે શ્રી પન્ના નાયકની આ poemમાં ....
તેં આગ્રહ કર્યો
એટલે
હું
તારે ત્યાં આવી.
જે નાનકડા ઘરમાં
આપણે પ્રેમ કર્યો હતો
એને તોડી પાડીને
તેં બંધાવ્યું હતું
આલિશાન મોર્ડન મકાન.
પ્રવેશદ્વારમાં મૂકી હતી
વિઘ્નહર્તા ગણેશની
છ ફૂટ ઊંચી મૂર્તિ.
દાખલ થતાં નજર અચૂક પડે
રાચરચીલાના અશ્લીલ પ્રદર્શન પર.
વળી બધી જ બધી દીવાલો પર
મેળવેલી સ્વપ્નસિદ્ધિ પ્રસિદ્ધિની ચાડી ખાતા
ફ્રેમ કરેલા
સર્ટીફિકેટો, છાપાંનાં કટિંગો
અને
અગ્રગણ્ય વ્યક્તિઓ સાથે
વિજેતા-સ્મિત સહિત
હાથ મિલાવતા
અસંખ્ય ફોટોગ્રાફ્સ્.
દાદર પર
સુસજ્જ દીકરા દીકરી પૌત્ર પૌત્રી
અને
સુખની મલાઇ જેના
ગાલો પર છલકાય છે
એવી ગોળમટોળ અને હૃષ્ટપુષ્ટ પત્ની સાથેની
ગોઠવેલી
સુખી સંસારની તસ્વીરો.
ક્યાંય ના દેખાયો
તું કહ્યા કરે છે
એવો
સુસ્ત કે અશક્ત કે અસ્વસ્થ કે અસહ્ય સંસાર.
અરે હા,
મકાનમાં ફરતાં
પગ અટક્યાતા
ઠેકઠેકાણે ગોઠવેલાં
પ્લાસ્ટિકનાં ફૂલછોડ પાસે.
આવી હતી
એવા જ
ભારે પગલે
મકાનમાંથી બહાર નીકળી
ત્યારે
તેં મને
એક જ સવાલ પૂછયોઃ
કેમ કશું લીધું નહીં?
મેં
આંખથી જ સામો સવાલ પૂછયો
કે
તને અહીં સોંપી દીધા પછી
મારે લેવાનું પણ શું હોય?
- પન્ના નાયક
તેં આગ્રહ કર્યો
એટલે
હું
તારે ત્યાં આવી.
જે નાનકડા ઘરમાં
આપણે પ્રેમ કર્યો હતો
એને તોડી પાડીને
તેં બંધાવ્યું હતું
આલિશાન મોર્ડન મકાન.
પ્રવેશદ્વારમાં મૂકી હતી
વિઘ્નહર્તા ગણેશની
છ ફૂટ ઊંચી મૂર્તિ.
દાખલ થતાં નજર અચૂક પડે
રાચરચીલાના અશ્લીલ પ્રદર્શન પર.
વળી બધી જ બધી દીવાલો પર
મેળવેલી સ્વપ્નસિદ્ધિ પ્રસિદ્ધિની ચાડી ખાતા
ફ્રેમ કરેલા
સર્ટીફિકેટો, છાપાંનાં કટિંગો
અને
અગ્રગણ્ય વ્યક્તિઓ સાથે
વિજેતા-સ્મિત સહિત
હાથ મિલાવતા
અસંખ્ય ફોટોગ્રાફ્સ્.
દાદર પર
સુસજ્જ દીકરા દીકરી પૌત્ર પૌત્રી
અને
સુખની મલાઇ જેના
ગાલો પર છલકાય છે
એવી ગોળમટોળ અને હૃષ્ટપુષ્ટ પત્ની સાથેની
ગોઠવેલી
સુખી સંસારની તસ્વીરો.
ક્યાંય ના દેખાયો
તું કહ્યા કરે છે
એવો
સુસ્ત કે અશક્ત કે અસ્વસ્થ કે અસહ્ય સંસાર.
અરે હા,
મકાનમાં ફરતાં
પગ અટક્યાતા
ઠેકઠેકાણે ગોઠવેલાં
પ્લાસ્ટિકનાં ફૂલછોડ પાસે.
આવી હતી
એવા જ
ભારે પગલે
મકાનમાંથી બહાર નીકળી
ત્યારે
તેં મને
એક જ સવાલ પૂછયોઃ
કેમ કશું લીધું નહીં?
મેં
આંખથી જ સામો સવાલ પૂછયો
કે
તને અહીં સોંપી દીધા પછી
મારે લેવાનું પણ શું હોય?
- પન્ના નાયક
No comments:
Post a Comment