આજકાલ ભ્રષ્ટાચાર + લોકપાલ બિલ + અણ્ણા હજારે આ ચર્ચા જોરશોરથી ચાલે છે. અને લોકોનો ટેકો પણ એમા સારો એવો મળી રહ્યો છે. પણ આપણા અત્યાર સુધીના કાયદા હંમેશા કાચા રહ્યા છે અને કોઈ ને કોઈ છટકબારી તો રહેલી જ હોય છે એટલે હવે આ લોક્પાલ બિલ કદાચ પાસ થાય તો પણ કેટલુ અસરકારક રહેશે તે તો આવનાર સમય જ બતાવશે. પણ વાત ભ્રષ્ટાચારની ચાલે છે તો મને એક વાર્તા યાદ આવે છે.
આપણે જાણીએ છીએ કે આજે એકપણ એવુ ક્ષેત્ર નથી જે ભ્રષ્ટા્ચારથી ભ્રષ્ટ થયેલ ના હોય અને રેલવે તો વળી એમા બાકાત ક્યાથી હોય !
ભ્રષ્ટાચાર ...
દિવાળી જેવો સમય હોય ત્યારે તો રલવેના ટીકીટ કાઉન્ટર પર કેટ્લી ભીડ હોય ! લોકો વહેલી સવાર થી આવીને લાઈનમા ઉભા રહી જતા હોય છે જેથી વહેલા તે પહેલાના ધોરણે ટીકીટ મેળવી શકે. લાઈન બહુ લાંબી છે.એમા વચ્ચે બે ભાઈ પણ સવારથી ભૂખ્યા તરસ્યા લાઈન મા ઉભા છે. આગળ ઉભેલ ભાઈ અહી શહેરમા ધંધો - મજુરી કરે છે. દર બે-પાચ મહીને ઘરે જઈ શકે અને પરિવારને મળી શકે એટલા પૈસા એની પાસે નથી હોતા એટલે છેલ્લા પાચ-છ વર્ષથી એ ઘરે નહોતો જઈ શક્યો જે કમાતો એમાથી થોડા પૈસા પોતાની પાસે રાખી દેશમા પોતાના પરિવાર માટે મોક્લાવી દેતો. દેશમા એની પત્નિ છે બે છોકરીઓ છે જેમના લગ્ન કરવાના છે બે છોકરા છે જેમને ભણાવવાના છે. પત્નિ અને સંતાનોએ છેલ્લા પાંચ વર્ષથી પિતાનુ મોઢુ નથી જોયુ અને પિતા પણ એના પરિવાર ને છેલ્લા પાચ વર્ષથી મળ્યો નથી. આ વખતે માંડ થોડા પૈસા ભેગા કરીને દેશમા જવા માટે ક્યારે પોતાનો નંબર આવે એની રાહ જોતો ટીકીટ લેવા ઉભો છે. આ વખતે દેશમા જાય તો મોટી દિકરીનુ સગપણ નક્કી કરવાનુ છે. દિકરાઓ તો બહુ નાના હતા ને એમને છોડીને એ દેશમા આવેલો એમની સાથે બહુ બધી વાતો કરવાની છે. પત્નિનુ મોઢુ જોયે તો દિવસો થઈ ગયેલા એની સાથે પણ બે ઘડી શાન્તિથી બેસીને વાતો કરવી છે અને ગામનુ ઘર પણ ઠીકઠાક કરાવાનુ છે. જો આ વખતે દેશમા નહી જવાય તો બીજા થોડા વર્ષ મેળ નહી પડે કેમ કે પછી સમય કઢવો મુશ્કેલ થઈ પડ્શે ને એ પોસાય એવુ નહોતુ એમ મનમા બધા કામ ગોઠવતો એ પોતાનો નંબર આવવાની અને પોતાને ટીકીટ મળી જાય એમ પ્રાર્થના કરતો ઉભો છે.
એની બરાબર પાછળ એક બીજો ભાઈ પણ પોતાને જલદી ટીકીટ મળી જાય એમ રાહ જોતો ઉભો છે. એની આર્થિક પરિસ્થિતિ થોડીક સારી છે પણ એટલી નહી કે એસી કોચ અફોર્ડ કરી શકે ને એનુ ગામ પણ અંતરિયાળ વિસ્તારમા જ છે જ્યા ટ્રેન જ એક્માત્ર સરખુ સાધન છે પહોચવા માટેનુ. એને ગઈકાલે સાંજે કાગળ મળ્યો છે એની માતા અંતિમ શ્વાસ ગણી રહી છે એનુ સમયસર ગામ પહોચવુ ખૂબ જરુરી છે. નહી તો એ પછી ક્યારેય એની માને મળી નહી શકે. એની આંખ સામે એની માની યાદો તાજી રહી છે. કેટલી મુસીબતો વેઠીને એને મોટો કર્યો એની માએ એ બધા જ સારા-માઠા દિવસો યાદ કરતો એ ઉભો છે. જો ગામમા જ સારી રોજીરોટી મળી ગઈ હોત તો આટલે દુર એ આવતે પણ નહી કમાવવા માટે અને આજે જ્યારે એના માની અંતિમ ઘડીઓમા એણે એની મા પાસે હોવુ જોઈએ ત્યારે તે અહી ટીકીટની લાઈનમા ઉભો છે એ વાત એને વારેવારે ખટક્યા કરે છે ના કરે નારાયણ ને એના પહોચતા પહેલા એની મા ને કઈ થઈ જાય તો પણ અંતિમવિધિ માટે પણ એનુ ગામ પહોચવુ જરુરી છે કોઈપણ સંજોગ મા.
અને ટીકીટ્બારી ખુલે છે પેલા બંને જણાને થાય છે હાશ હમણા નંબર આવશે ને ટીકીટ મળી જશે. પણ ..... ત્યા તો પેલા બંને જણાની આગળ એક-બે જણ જ બાકી હોય છે અને લાઈનમા ગણગણાટ શરુ થાય છે કે ટીકીટ ખતમ થઈ ગઈ. બસ છેલ્લી કદાચ એકાદ ટીકીટ જ બચી છે. બંને ના પેટમા ફાળ પડે છે કેમ કે બંનેનુ ગામ જવુ જરુરી છે. જો કે આગળવાળાને થાય છે કે છેલ્લી ટીકીટ છે તો મને તો મળી જ જશે. અને પાછળવાળાને થાય છે કે ટીકીટ નહી મળે તો શુ થશે ! અચાનક એ ટીકીટબારી વાળા સામે જોવે છે અને એને કહે છે કઈપણ કરો સાહેબ પણ એક ટીકીટ આપાવો. પેલો સાહેબ કઈક ઈશારો કરે છે પાછળવાળો સમજી જાય છે કચવાતા મને ધીરેથી થોડા પૈસા સરકાવે છે અને આ તરફથી કોઈને ખબર પણ ન પડે એમ એના ગજવામા ટીકીટ આવી જાય છે.
પેલો આગળવાળો કુટુંબને હવે તો ખબર નહી ક્યારે મળાશે એવા થોડા નિસાસા ને થોડા આક્રોશ સાથે પાછો ફરે છે. ને હંમેશા પ્રામાણિકતાથી જીવવાવાળો પેલો પાછળવાળો ભાઈ થોડા કચવાતા મને ટ્રેન પકડવાની તૈયારી કરે છે.
બોલો આમા વાંક કોનો ? કાયદેસર હક તો પેલા આગળવાળાનો હતો અને એનુ પણ ગામ જવુ અત્યંત જરુરી હતુ જ તો આ તરફ પેલા પાછળવાળા ભાઈને પણ ગામ ગયા વગર છૂટકો નહોતો. પ્રશ્ન એ થાય છે કે અહી દોષ કોને દેવો ? પેલા પાછળવાળાએ લાંચ આપીને ટીકીટ લીધી એ ખોટુ તો છે જ પણ એને છૂટ્કો નહોતો ... જો એ આગળવાળા ભાઈને કહેત કે તુ ગામ પછી ક્યારેક જજે તો શુ એ માની જાત ? શુ એ આગળવાળો પણ પ્રમાણીક તો છે જ પણ એટલો સજ્જ્ન એ નિક્ળત કે સામે થી પાછળવાળા ને કહેત " લે ભાઈ ! જા તુ લઈ લે ટીકીટ ! હુ તો બીજા થોડા વર્ષ પછી જઈશ ! " પ્રશ્ન એ પણ છે કે એ આવી સજ્જનતા બતાવવા બંધાયેલો પણ ક્યા છે?. જ્યારે પાછળવાળની મરતી મા ને મળવાની ઈમર્જન્સી ના હોત તો એ પણ આવુ પગલુ ના ઉઠાવત. રહ્યો સવાલ પેલા લાંચ લેનાર ટીકીટ્બારીવાળાનો .... ભ્રષ્ટ તો એ છે જ એમા તો બેમત નથી પણ ધારો કે એ પ્રાંમાણીક હોત તો પેલા પાછળવાળાને એની મા ની અંતિમ ક્રિયા કરવા પણ ના મળત. ને પ્રમાણીકની સાથે સાથે એ ટીકીટબારીવાળો થોડો સમજદાર ને દયાળુ હોત તો શુ એ પેલા આગળવાળાને સમજાવી શકત કે " ભાઈ તુ તારો હક જતો કરીને આને આની માતા પાસે જવા દે! " ..... ને એને શુ એવો હક હતો કે એની પાસે એવો સમય પણ હતો કે પરિસ્થિતિની ગંભીરતા સમજીને કોને સહુથી વધારે ઈમરજન્સી છે એ જોઈને ટીકીટ વહેચે ???
વેલ ! આ તો એક પ્રસંગ છે ..... ૧૦૦માથી ૬૦% લોકો પ્રમાણીક જ હોય છે મોટાભાગની બાબત મા. ૨૦% લોકો મોટેભાગે મજબૂરીમા કે જાણે અજાણ્યે તો ક્યારેક લાપરવાહી થી અપ્રંમાણીકતાનો સાથ આપતા હોય છે. અને બાકીના ૨૦% જ હાથે કરીને અપ્રામાણીક હોય છે. જો કે એનો અર્થ એ નથી કે અપ્રંમાણીકતા કે ભ્રષ્ટાચારને સ્વીકારી ને એને સાથે આપવો જોઈએ. બેશક એની સામે જ્યારે પણ મોકો મળે અવાજ ઉઠાવવો જ જોઈએ અને જે અવાજ ઉઠાવે એને સાથ પણ આપવો જ જોઈએ. પણ ક્યારેક સંજોગો અજીબ થઈ જતા હોય છે અને ત્યારે પરિસ્થિતિનુ માપ કાઢી યો્ગ્યતાનો ન્યાય તોળવો એ આપણા જેવા સામાન્ય માણસ માટે અઘરુ થઈ જાય છે.....
ખુદ માણસ જાત જ ક્યા સહેલી છે ?
અને છેલ્લે ....
રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.
પહાડથીયે કઠ્ઠણ મક્કમ, માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.
ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે.
No comments:
Post a Comment