એવુ કહેવાય છે કે - જીવનમાં મોટેભાગે આપણે આપણી ખુદને માટે એક સારા વકીલ હોઈએ છીએ અને બીજાને માટે એક્દમ સચોટ જ્જ ..... માણસજાત બહુ ચાલાક છે .... અથવા કહો કે પોતાને ચાલાક માનતી હોય છે ... લોકોને ખબર પણ ના પડે એવી રીતે વય્ક્તિના વખાણ કરીને એની બુરાઈ કરવામા આવે છે .. લોકોને શુ જે માણસ વખાણ કરતો હોય છે એની પણ હકીકત મા એ ખબર નથી હોતી કે વખાણ ના પડદા પાછળ હકીકત મા તો એના મુખ માથી બુરાઈ જ નિકળી રહી ્છે ... પણ આપણે બીજાને જજ કરવાની ... બીજા વિશે અભિપ્રાય આપવાની કે બાંધી દેવાની જરુર જ શુ છે ? એક માણસ તરીકે આપણે ખુદ પણ ક્યા એટલા પરફેક્ટ હોઈએ છીએ તે બીજા પાસેથી આપણે પરફેક્શનની અપેક્ષા રાખવી જોઈએ !!! જો આપણી આસપાસ ના લોકો આપણ ને આપણી નબળાઈઓ સાથે સ્વીકરતા હોય તો આપણે શા માટે આપણી આસપાસના લોકોને એમની નબળાઈઓ સાથે સ્વીકારી શકીએ નહી ! ..... આવી જ વાત પર ફાધર વાલેસનો એક સરસ આર્ટીકલ વાચવામા આવ્યો તો એ તો મારે અહી વાચક મિત્રો માટે મૂકવો જ રહ્યો ....
= = = = = = = = = = = = = = = = = = = = = = =
"માણસ એમ તો સારો છે, પણ સ્વભાવ સહેજ વિચિત્ર છે એટલે એની સાથે મજા નહિ આવે." ... " એ તો પ્રામાણિક જીવ છે, પણ એવી રીતે બોલવાની આદત છે કે લાંબો વખત બેસી ના શકાય." ..... " એ આદર્શ વ્યક્તિ કહેવાય - પણ એનાથી દૂર રહો તો જ! બાકી એની પાસે રહેવુ અઘરુ બની જાય ."
"માણસ સારો પણ ... " માણસ સારો છે એ પ્રમાણપત્ર હતુ. પરંતુ એમાં એ ' પણ ' આવ્યો એટલે પ્રમાણપત્ર નુ પુણ્ય ગયુ. એટ્લે કે સારો કહીને ખરાબ બનાવી દીધો, ભલામણ કરીને ફરિયાદ નોંધાવી દીધી.
આપણને જેનો પરિચય હોય એના વિષે આપણો અભિપ્રાય પણ હોય, અને અભિપ્રાયની સાથે એવો ન્યાય પણ હોય કે એના ઘડતરમાં કંઈક બાકી છે, અને એનુ ઘડતર જો આપણા હાથમાં હોત તો કંઈક વધારે સારો દેખાવ કરી બતાવત એવો ખ્યાલ પણ ખરો. 'માણસ સારો પણ .... " - અને એ ' પણ' માં અભિપ્રાય છે, ફરિયાદ છે, માણસને સુધારવાનો ઢોંગ છે, લોકોનો ન્યાય મેળવાની ચેષ્ટા છે.
સૂર્યાસ્ત મા સારુ છે કે એના ઉપ્ર અને એના વિશે આપણું કશુ ચાલતુ નથી. આપણે કહીએ તોય એમાં કોઈ ફેર પડવાનો નથી. સૂર્યાસ્ત આપ્ણા હાથમાં નથી એટલે જ સૂર્યાસ્તનું સૌંદર્ય આપણા જીવનમાં છે.
દરેક વ્યક્તિ સૂર્યાસ્ત જેવી છે. કુદરત નુ સર્જન, કલાનો નમૂનો. દરેક વ્યક્તિ જુદી અને અલગ અને આગવી. દરેક વિશિષ્ટ અને દરેક સુંદર. અને એકેય આપણા હાથમાં નથી ! દરેક ના રંગ ને વાદળ ને ગુણ ને લક્ષણ જુદા છે. દરેકનુ વ્યક્તિત્વ પૂરું ને દરેકનું સૌંદર્ય સાચુ. સ્વીકારવાનુ છે. માણવાનુ છે.
ને એમા આપણી ભૂલ હવે આવે છે. આપણને લાગે છે કે એ વ્યક્તિ તો સારી છે ... પણ વધારે સારી હોત તો સારુ થાત અને 'વધારે સારો થાત ' એમાં એનું સૌંદર્ય ચૂકી ગયા. એને આપણા કાબૂ મા લેવા ગયા એમાં એનું વ્યક્તિત્વ ખોઈ બેઠા.
વ્યક્તિઓ આપણા હાથમાં નથી. સૂર્યાસ્ત આપણા હાથમાં નથી. સૂર્યાસ્ત થવા દો. વ્યક્તિને થવા દો. જેવી છે તેવી થવા દો..ખીલવા દો. જીવવા દો. દરેક વ્યક્તિને માન આપો, દરેકનુ સ્વાતંત્ર્ય સાચવો, દરેક ની અસ્મિતા સ્વીકારો. એમાં એનો લાભ છે - અને તમારો પોતાનો લાભ છે.
કુદરત રોજ એક સૂર્યાસ્ત આપે છે. જીવનમાં રોજ જુદી જુદી વ્યક્તિઓ મળે છે. દરેકનુ દાન લઈએ. દરેક નો સંદેશો ઝીલીએ, દરેકનો પ્રેમ વધાવીએ અને આખુ જીવન પ્રેમમય, આનંદમય, સૌંદર્યમય બની જશે.
- ફાધર વાલેસ article from the book " e-legance " ...
No comments:
Post a Comment