સહુથી પહેલા તો "વરસાદ મુબારક " ..... કેમ ? "સાલ મુબારક" હોય તો "વરસાદ મુબારક" પણ કહેવાય જ ને ! અને વળી નવી સાલ તો દર વર્ષે આવે એ નક્કી જ છે .... પણ આ "વરસાદ રાજા " નુ કઈ નક્કી નથી હોતુ .... અમસ્તુ જ સાહિત્યકારોએ એને "મેઘરાજા" નુ બિરુદ નથી આપ્યુ કંઈ ! એટલે વરસાદ આવે ત્યારે "વરસાદ મુબારક" કહેવામા લોજીક છે જ ને !
Any ways ! વરસાદ આવે ત્યારે સહુથી પહેલા લોકોને ... ખાસ કરીને ગુજરાતીઓને એક વસ્તુની તાલાવેલી બહુ લાગે ! લો કવિતામા સાંભળૉ ....
ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે........
- મુકેશ જોષી બોલો ! સાચી વાતને ! મૂશળધાર વરસાદ પડે ! વાતાવરણમા ભીની ભીની ઠંડ્ક હોય અને શ્વાસ મા ભીની માટીની મહેક હોય તો તરત જ ગરમ ગરમ તળાતા ભજિયા ના તેલનો છ્ન્ન્ ન્ ન ન અવાજ અને મરચાની સુગન્ધ .... યાદ ના આવે તો એ ૯૯ % ગુજરાતી ના હોઈ શકે ! ૧ ટકામા અપવાદ હોઈ શકે ! ................ જો કે આજે કોઈ ચર્ચા-વિચારણા - ચિંતન નહી ..... આજે તો બહાર પણ વરસાદ અને સરવાણી પર પણ વરસાદ જ વરસાદ .... after all ..... બહુ wait કરાવી છે .... તો આ મેઘરાજાની પધરામણી તો સેલીબ્રેટ કરવી જ પડે ને ! સો અગેઈન સહુ ને "વરસાદ મુબારક" ..............
ઘણી મશહૂર છે સ્ટૉરી, “ટપકતી છત હતો પહેલાં”
પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.
- જિગર જોષી “પ્રેમ”
હજું વરસાદભીની ધરતીની ખુશ્બુ ગમે છે,
રહેમત છે ખુદાની, જીવતો છું, તું મને ગમે છે !
રહેમત છે ખુદાની, જીવતો છું, તું મને ગમે છે !
મને હર હાલમાં ધરતી તણી ખુશ્બુ ગમે છે !
- કરસનદાસ માણેક
જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.
- ગૌરાંગ ઠાકર
કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં
આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં
- રમેશ પારેખ રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં
હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
ભીના થઈએ એક થઈને;
સંગની હોડી તરતી મૂકીએ
પાણીમાં પાણી થઈ જઈને,
ઘરમાં રહેવું કેમ પાલવે ? પહેલવહેલો વરસાદ છે આજે.
ચાલ, ચાલીએ સાથે સાથે…
- વિવેક મનહર ટેલર
લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં
તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં ...
ચોતરફ વરસાદ બસ, વરસાદ મૂશળધાર ને
બેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં ....
-પ્રજ્ઞા વશીબેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં ....
અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે.....
-‘કૈલાસ’
એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ. ....
- રઈશ મનીઆર
અને છેલ્લે .....
મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ ! ....
-રવીન્દ્ર પારેખ
No comments:
Post a Comment