સૌમ્ય જોષી એક નાટ્ય દિગ્દર્શક, એક પ્રોફેસર, એક કવિ, એક લેખક, એક સારા એક્ટર પણ ... એમના બુલંદ અવાજમાં કવિતા સાંભળવી એ પણ એક લ્હાવો છે ... આજે એમના કાવ્ય સંગ્રહ "ગ્રીનરુમમાં " માંથી કેટલીક પંક્તિઓ ...
સૂરજની જેમ આથમું ઊંચકીને રોજરોજ,
કંઈ કેટલાના દિન ન ફેરવી શક્યાનો બોજ.
પોતાના માટે બીજું તો માંગે શું જિંદગી,
થોડીક એની આરજૂ થોડીક એની ખોજ ...
-------------
શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે;
તુ લખે છે બ્રેઈલમાં ને હાથ મારો અંધ છે.
હું તિરાડો જોઈને પાછો ફર્યો ને એ પછી,
બાતમી એવી મળી કે આયનો અકબંધ છે ...
--------------------
આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.
બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.
ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તુ સંચરી.
ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.
આઠ દસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?...
- સૌમ્ય જોષી
સૂરજની જેમ આથમું ઊંચકીને રોજરોજ,
કંઈ કેટલાના દિન ન ફેરવી શક્યાનો બોજ.
પોતાના માટે બીજું તો માંગે શું જિંદગી,
થોડીક એની આરજૂ થોડીક એની ખોજ ...
-------------
શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે;
તુ લખે છે બ્રેઈલમાં ને હાથ મારો અંધ છે.
હું તિરાડો જોઈને પાછો ફર્યો ને એ પછી,
બાતમી એવી મળી કે આયનો અકબંધ છે ...
--------------------
આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.
બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.
ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તુ સંચરી.
ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.
આઠ દસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?...
- સૌમ્ય જોષી
No comments:
Post a Comment