હવે સંબંધની વાત ગઈકાલે નિકળી જ છે તો આજે થોડી વધુ વાતો ... ઓફકોર્સ સંબંધ વિષે .... એક બહુ સરસ વાત કહેવાઈ છે કે સંબંધ શરુ ભલે ગમે તે રીતે થાય પણ એની ગરિમા તો એ કઈ રીતે ખતમ થાય એમા દેખાય છે ..... એકવાર શરુ થયેલો સંબંધ જીવન ભર તૂટે નહી તો એનાથી સારી વાત બીજી કઈ ! પણ ના કરે નારાયણ ને કોઈ કારણ સર જો સંબંધ તૂટી જાય તો કેટલી સહજતાથી સંબંધમાં બંધાયેલી વ્યક્તિઓ એક બીજાને એ સંબંધમાંથી મુક્ત કરે છે એના પર જ એ સંબંધ નુ સાચાપણુ જણાઈ આવે છે ... નહી તો એ સંબંધની આડમાં ખોખલા વ્યવહારો જ બનીને રહી જાય છે ... પણ આ જ વસ્તુ ઓ તો જીવનનો એક ભાગ છે .!... ને કદાચ આપણા જીવનના અનેક કામો મા આ પણ એક કામ છે કે આપણે સમયાંતરે એ ગણતા રહીએ કે આપણી ઝોળી મા કેટ્લા સંબંધો(સાચા) આવે છે અને કેટલા ખોખલા વ્યવહારો ...
ક્યારેક થાય છે કે હકીકતમાં સંબંધો તૂટે ્કે પૂરા થાય અને એ સંબંધમાથી આપણે મુક્ત થઈએ તો પણ શુ સાચે આપ્ણે એમાથી સંપૂર્ણ મુક્ત થઈ શકીએ છીએ ખરા ? બધુ ખતમ થાય તો પણ યાદો નો સંબંધ તો રહી જ જાય છે ને ... અને ચલો, કદાચ, યાદ પણ ખતમ કરી દઈએ તો પણ જેની સાથે સંબંધ તૂટ્યો હોય એની સાથે એક તો માણસાઈનો અને બીજો ફરી એક બીજા થી અજાણ્યા બનીને અજનબીનો સંબંધ તો રહી જ જાય છે ને ! .... મુક્તિ તો કદાચ ખાલી ભ્રમ જ છે .... બાકી એકવાર સંબંધમાં બંધાયા પછી એનાથી જીવતે જીવત છુટવુ લગભગ અશક્ય જ હોય છે કદાચ ....
મારે સંબંધોના મલિન રસ થી રોજ ખરડાવાનુ !
મારે સંબંધો સહિત જીવવાનું ....
- રાવજી પટેલ ..
મળતી નથી દિશા મને રસ્તો નથી મળતો,
કેમ એક પણ વ્યક્તી મને હ્સતો નથી મળતો..!
એકાંત જેવું લાગે છે જાઉં જો ભીડ મા,
પુછું જો કોઇ પ્રષ્ન તો ઉત્તર નથી મળતો.
કારણ અને તારણ વગર મિત્રો મળે બધા,
હવે તો કોઇ એવો અવસર નથી મળતો.
સ્વજન પણ મળે છે કોઇ પ્રસંગ મા,
પ્રસંગ નથી તો કોઇ સ્વજન નથી મળતો.
માનવ પણ આ જગત મા તારા થકીજ છે,
પણ તારો કેમ કોઇ પર્ચો નથી મળતો.
'મિલન' કોઇ વ્યક્તિ અમથો મળે નહિ,
જો સ્વાર્થ કઈં નથી તો સંબંધ નથી મળતો....
કેમ એક પણ વ્યક્તી મને હ્સતો નથી મળતો..!
એકાંત જેવું લાગે છે જાઉં જો ભીડ મા,
પુછું જો કોઇ પ્રષ્ન તો ઉત્તર નથી મળતો.
કારણ અને તારણ વગર મિત્રો મળે બધા,
હવે તો કોઇ એવો અવસર નથી મળતો.
સ્વજન પણ મળે છે કોઇ પ્રસંગ મા,
પ્રસંગ નથી તો કોઇ સ્વજન નથી મળતો.
માનવ પણ આ જગત મા તારા થકીજ છે,
પણ તારો કેમ કોઇ પર્ચો નથી મળતો.
'મિલન' કોઇ વ્યક્તિ અમથો મળે નહિ,
જો સ્વાર્થ કઈં નથી તો સંબંધ નથી મળતો....
. - 'મિલન' ચિરાગ ભટ્ટ
No comments:
Post a Comment