ઉડવાનુ શરુ કર્યા પછી પંખીને ક્યારેય ચિંતા નહી થતી હોય કે એ આમ ઉડે તો સારુ લાગશે કે તેમ ઉડે તો સારુ નહી લાગે. ખીલ્યા પછી કોઈ ફૂલ એમ નહી વિચારતુ હોય કે એની પાસેની ડાળીનુ ફૂલ વધુ ઘેરા રંગનું, ભરાવદાર કે વધુ સારુ છે. કે એની સુગંધ અમુક વિસ્તાર સુધી નહી ફેલાય તો એનુ શુ થશે ? સતત ઉડાઉડ કરતા અને જરાય ઝંપીને ના બેસતા પતંગીયા ક્યારેય લાચાર નહી હોય ! ક્યારેય કોઈ પંખી, પતંગીયુ કે ફૂલ ડરેલુ નથી હોતુ . ડર તો ખાલી આપણને માણસોને હોય છે. લાચાર તો હંમેશા આપણે જ રહેતા હોઈએ છીએ. ક્યારેક સંસ્કાર, સમાજ, સિધ્ધાંતો , નિયમોને લીધે ... ક્યારેક આપણી માન્યતાને લીધે ... ક્યારેક આપણા સગા-વહાલા અને પ્રિયજનોની લાગણીઓને લીધે ... ક્યારેક શુ ઈશ્વર પણ લચાર બનતો હશે ! ક્યારેય એને કશાનો ડર રહેતો હ્શે ! .....
હરિ તને લાચારીનો રોટ્લો પીરસવામાં આવે તો તુ શુ કરે ?
જમે-પાછો ઠેલે ? .. દસથી છ કામ પર ગયાનો ડોળ કરી
સાંજે પાછો ફરે ઘરે અને દિકરી ત્યારે પૂછે: ' પપ્પા શુ લાવ્યા?'
ત્યારે તુ મુઠ્ઠી ખોલે કે બંધ કરે ? હરિ તુ શુ કરે ? ...

No comments:
Post a Comment