મને તો જિંદગી દુખમાં વધુ ઝ્ળહળતી લાગે છે,
નદીમાં હોય છે પથ્થર તો એ ખળખળતી લાગે છે...આ પૃથ્વી પર કોઈ એક જણ એવુ નહી હોય જેણે ક્યારેય એક્લતા નહી અનુભવી હોય. સારો/સારી જીવનસાથી, સારા કુટુંબીજનો ને સારા મિત્રોથી ઘેરાયેલા હોવા છ્તા પણ જીવનમાં કોઈ એક તબક્કો તો એવો હોય છે જ જ્યા માણસને એમ લાગે છે કે એ સાવ એક્લો છે. અફ્કોર્સ દુખમાં જ આવુ વધુ લાગે. નવાઈ ની વાત તો એ જ છે કે માણસ એ સારી રીતે જાણે જ છે કે જીવનની બે મોટી સફર - એક તો આ દુનિયામા આવવુ ને બીજુ અહીંથી કાયમ માટે જવુ એ સફર એ એકલો જ ખેડતો હોય છે. છતાં એ બે મુકામ વચ્ચેના સમયગાળામા એ એકલતાથી કેમ ડરતો હશે? Anyways, આ કવિતા એટ્લે જ તો લખાઈ છે કે માણસને બ્રહ્મજ્ઞાન થાય ને એકલતાનો ડર થોડો ઓછો થાય ... :)
સાવ જૂઠું જગત કોઈ તારુ નથી,
મૂક સઘળી મમત કોઈ તારુ નથી.
કોણ કોનું? અને એય પણ ક્યાં લગી ?
છે બધું મનઘડત કોઈ તારુ નથી.
જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારુ નથી.
કોઈ ઉંબર સુધી તો કોઈ પાદર સુધી,
છેક સુધી સતત કોઈ તારુ નથી.
કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારુ નથી.
કોઈ એકાદ જણ એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારુ નથી...
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'
No comments:
Post a Comment