ક્યારેક ખોટખોટા ને ક્યારેક સાચેજ પણ Busy રહેવુ એ તો આજકાલ ફેશન થઈ ગઈ છે. કોઈને એમ કહીએ કે આજકાલ નવરા છીએ ને લાઈફ્માં શાંતિ ચાલે છે તો લોકો એવી રીતે સામે જોશે જાણે ૨૧મી સદીમા ૧૮મી સદીના કપડા પહેરીને નિકળ્યા હોઈએ. ...... જો કે આજ ની લાઈફ સ્ટઈલ જ લોકો એ એવી કરી નાખી છે .... Sharing here Bhavin Adhyaru's article from 'Yangistan' ...
આંખ લાગી ચેટિંગની વાટ લાગી ઊંઘની - સવારે મોટે ભાગે દિવસ શરૂ થયા પછી અને છેક મોડી રાત સુધી કમ્પ્યૂટર અને ‘લેપ્પી’ પર ચેટિંગનો જ આલમ છવાયેલો રહે છે. પાપડીના લોટ (ખીચું)થી પેન્ટાગોન સુધી અને મોટે ભાગે યંગસ્ટર્સમાં ગીતો ડાઉનલોડ કરતા કરતા રિલેશનશિપ બનાવવાનાં લંગસિયાં નંખાતાં રહે છે. પરિણામે લાઈટના બિલની સાથે આંખો અને હેલ્થ પણ બગડે છે, સારું રીડિંગ કે સ્પોર્ટ્સ તો પોસિબલ નથી જ થઈ શકતા એ લટકામાં!
આંખ લાગી ચેટિંગની વાટ લાગી ઊંઘની - સવારે મોટે ભાગે દિવસ શરૂ થયા પછી અને છેક મોડી રાત સુધી કમ્પ્યૂટર અને ‘લેપ્પી’ પર ચેટિંગનો જ આલમ છવાયેલો રહે છે. પાપડીના લોટ (ખીચું)થી પેન્ટાગોન સુધી અને મોટે ભાગે યંગસ્ટર્સમાં ગીતો ડાઉનલોડ કરતા કરતા રિલેશનશિપ બનાવવાનાં લંગસિયાં નંખાતાં રહે છે. પરિણામે લાઈટના બિલની સાથે આંખો અને હેલ્થ પણ બગડે છે, સારું રીડિંગ કે સ્પોર્ટ્સ તો પોસિબલ નથી જ થઈ શકતા એ લટકામાં!
બાળપણની સાથે આશ્ચર્યને પણ અલવિદા! - બાળપણ અને આશ્ચર્ય? એ વળી કઈ બલાઓનાં નામ, વાતે વાતમાં સોગિયું મોઢું રાખી બોરિંગ ગંભીરતા સાથે ફરવું એ જાણે નિયમ, ‘આઈ વિલ કમ બેક ટુ યુ’ અને વાતે વાતમાં થેન્ક્યુ અને સોરી કહેવાની ફોર્માલિટી ત્રણ દિવસની વાસી ભાખરી જેવા છે. ફિલ્મો, પુસ્તકો અને કંઈકેટલીય રસપ્રદ વાતોની ગોઠડી જમાવવાને બદલે લેપટોપમાં મોં ખોસીને ફક્ત કોલ ઈન્ડિયાના શેર લેવા - વેચવા અને કોઈ વાતમાં ખૂલીને ન હસવું અને નવું જાણવાનું કુતૂહલ ન રાખવું એ માનસિક દરિદ્રતાથી વિશેષ કંઈ નથી.
મેન્ટલ સ્ટ્રેસનું જંતરમંતર - સતત મગજને તાણમાં રાખવું અને ટેન્શનમાં ફરવું એ રૂટીન બની ગયું છે, કો-વર્કર્સ, GF-BF સાથેની લમણાઝીંક, ટેન્શનથી તાણ અને પછી દવાઓ ખરીદીને ફાર્મા અને સિગારેટો ફૂંકીને ટોબેકો ઈન્ડસ્ટ્રીને લિફ્ટ કરવાની! ચિંતાને મહત્ત્વ આપી વહેલું મરી જઈને ‘યંગ અચિવર’બની જવાનું સદ્ભાગ્ય પણ સાંપડે!
ડિસફંક્શનલ ફેમિલી લાઈફ - લાસ્ટ મિનિટે કેન્સલ થતા ફરવા જવાના પ્લાન, મેરિડ લાઈફના કોમ્પ્લેક્સ્ડ પ્રોબ્લેમ્સ, ધરાર લગ્ન પછી થોડાં વર્ષો પછી મા-બાપથી અલગ થવાની માથાકૂટ, સતત બાળકોને કંટ્રોલમાં રાખતું ફોલ્ટી પેરેન્ટહુડ, ઓફિસે મોડે સુધી રોકાવાથી ‘દૂરી પ્રેમ વધારે’ના ન્યાયે કામ ચાલુ જ રહે છે! છેલ્લે કાર્ડિયાક સર્જ્યન સિવાય કોઈ માલામાલ નથી બનતું.
ફ્રેન્ડસની બાદબાકી - લાઈફસ્ટાઈલ કંઈક એવી બની ગઈ છે કે ફ્રેન્ડસ કરતાં ક્લીગ્સ સાથે વધારે સમય વીતે છે,કલીગ ફ્રેન્ડ્સની જેમ બલિદાન, અડધું ટિફિન નથી માંગતા બસ એક સિગારેટ અને ફોર્વર્ડેડ એસએમએસમાં સંતોષ માની લે છે! ક્લીગ્સનો જન્મદિન ભૂલીએ તો કોઈ ગીલ્ટ ફીલ નથી થતું. ફ્રેન્ડ્સ ઓછા મળતા હોઈ બર્થ ડે યાદ રાખવાની ઝંઝટ ઓછી થઈ ગઈ છે. લગભગ એવો ખ્યાલ પ્રવર્તે છે કે વર્ષો જૂના ફ્રેન્ડ્સ બોરિંગ લાગે અને ચેટિંગમાં મળતા ક્યારેય ન જોયેલા વર્ચ્યુઅલ લોકો નવા લાગે! પ્લસ, ફ્રેન્ડ્સ સાથે પોલિટિકલી કરેક્ટ ન રહી શકાય જ્યારે કલીગ સાથે કે વર્ચ્યુઅલ જગતમાં તો આ બધા ‘પર્ક્સ’ મળે!
સોશિયલ બોયકોટ, ઓન ધ રોક્સ! - મોટે ભાગે કોઈ એક્સવાયઝેડ કઝિનનાં લગ્નમાં જવા સિવાય બધા ખાસ કોઈ સોશિયાલાઈઝ નથી બનતું, સતત કામમાં ગળાડૂબ રહેવાથી ભલે કમરનો દુખાવો ફ્રીમાં મળતો હોય પણ સામે બિઝી રહેવાથી બહુ જવાબ આપવા નથી પડતા, લોકોનો મેળાવડો જોવા ટીવી ચાલુ કરી રિયાલિટી શોમાં આવતા સ્પર્ધકોની લાઈન અને જજના તમાશા જોવા પડે છે!
રવિવાર, રજાઓ અને રાષ્ટ્રીય તહેવારોના દિવસે પણ ઓફિસવર્ક! - રવિવારે અને કોઈ પણ રજાઓમાં સવારે ટ્રાફિક પણ નથી હોતો, ટ્રેઈન કે બસમાં જગ્યા આરામથી મળી રહે છે, બપોરે ઓફિસે મંગાવાતું લંચ ફટાફટ આવી જાય છે! રવિવારની બપોરે આવી ચઢતા મોંઘેરા અતિથિઓથી પણ બચી જવાય છે, અને ફેસબુકમાં સ્ટેટસ મુકાય છે કે રવિવારે પણ કામ! પણ ક્યારેક ઘરે પત્ની,બાળકો અને મા-બાપ સાથે સમય ન વિતાવી શકવાનો અફસોસ જાનલેવા હોય છે.
‘મારે કેટલા ટકાવાળો’ એટિટયુડ
દરેક ઘટના બને ત્યારે ‘મારે કેટલા ટકાવાળો’ એટિટયુડ ક્યારેક બહુ રાહત અપાવનારો હોય છે. કેટલીક વસ્તુઓ છેલ્લે લાખ સંકલ્પ અને પ્રોમિસીઝ પછી જેમની તેમ બાકી રહી જાય છે. ન વાંચેલાં મેગેઝિન્સ, નોવેલ્સ, ન જવાયેલાં હિલ સ્ટેશન્સ,ઋજુતા દિવેકરની ‘ડોન્ટ લુઝ યોર માઇન્ડ,લુઝ યોર વેઇટ’ વાંચીને કરેલા ડાયટિંગ પ્લાન્સ,ન જોવાયેલી ફિલ્મો,શિયાળાની હગ્સ,ફોરવર્ડ કર્યા વગરના રહી ગયેલા મેસેજ, ફેસબુક અપડેટ્સ, વાઈફ માટે જાતે બનાવેલી પણ અપાયા વગર રહી ગયેલી ગિફ્ટ, લગ્ન વખતે મળેલો પણ વપરાયા વગરનો ડિનર સેટ, ‘છી છી’ કરીને દૂર રહી ન પિવાયેલી શેમ્પેઈન, ટેણિયા સાથે ન રમેલા બ્લોક્સ અને જીવનમાં આવેલી કેટલીયે ચૂંટણીઓમાં ન કરી શકેલા મતદાન.
પેલી જાહેરાત જીવનમાં એકદમ સાર્થક ઠરે છે, ‘ઉસે આને તો દે, એ દિલ એ બેકરાર, ફિર કર લેના જી ભરકે પ્યાર... આજ કી રાત’.....
- ભાવિન અધ્યારુ
No comments:
Post a Comment