મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ, મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
- બરકત વિરાણી ‘બેફામ’
ઈશ્વર વિશેની શક્યતા શંકાજ લાગશે,
માણસ બિચારો,ક્યાં સુધી ભૂલો સુધારશે.
માણસ બિચારો,ક્યાં સુધી ભૂલો સુધારશે.
રેખા પડેલી હાથની ભૂંસી શકાય પણ,
ખાલી પણાનો ભાર, પછી કેવો લાગશે?
હસતાં શીખું છું આયનામાં જોઈ હું,
આદત હશે તો, કોઈ દિવસ કામ આવશે,
મારા વિશે હું માન્યતા બદલી શકું છું પણ,
ચિંતા હવે તો એજ છે , લોકો શું ધારશે!
વ્હેતા સમયના વ્હેણમાં ધોયા છે હાથ મેં,
ચાલો હવેથી કોઈને ઓછું ન આવશે.
-કૈલાશ પંડિત
No comments:
Post a Comment