માથા પર અચાનક ફૂલોનો વરસાદ વરસવા માંડે એને જ કઈ ચમત્કાર કહેવાય ? ચમત્કાર તો રોજ આપણા જીવનમા સર્જાતા જ હોય છે જરુર હોય છે તો એને જાગ્રુત નજરથી ઓળખવાની. થોડા દિવસ પહેલા લાયબ્રેરીમા 'મિસ્કીન'નો "કોઈ તારુ નથી" ગઝલ સંગ્રહ હાથ લાગ્યો ને દરેક ગઝલ વાંચતા થતુ આવુ સરસ કેવી રીતે લખાતુ હશે ? ને પછીના જ અઠ્વાડિયામા અચાનક એમને લાઈવ સાંભળવાનો લ્હાવો મળ્યો ... ચમત્કાર ! તો કવિશ્રી રાજેશ વ્યાસના મુખેથી વરસેલી એમની કેટ્લીક કવિતાઓની ભીની બુંદો ...સાંભળેલા શબ્દો છે એટલે ક્યાક તો ભૂલ હશે જ એટલે પહેલેથી જ 'સોરી' ......
નહિ સમજી શકે તુ, સાવ સમજણ બહાર જીવું છુ,
શરીરથી મનથી સરકી જઈને, બારોબાર જીવું છુ.
શરીરથી મનથી સરકી જઈને, બારોબાર જીવું છુ.
વિચારો ક્યાંય લઈ જતા નથી, એ જાણી ગયો છુ હું,
વિચારો ક્યાંક છોડી દઈને, અપરંપાર જીવું છુ.
ન જાણે શુંય આ છુટ્યું, જગત આખુય ઘર લાગે,
બાકી જ્યાં હોઉ છુ, ત્યાંનો બનીને જીવું છુ.
જીરવવા ક્યાં લગી, ઉપકાર ને અપકારના બોજા,
હવા જેવો જ હળવો થઈને હવે હુ જીવુ છુ.
હતુ જે ડુબવાનુ એટ્લુ ડુબી ગયો મિસ્કીન,
હવે તો હુ જ મારો થઈને તારણહાર જીવું છુ.
*********************
દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે.
રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે.
રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતા શિખ્યો,
કોઈ નથી જંપીને બેઠું માણસ માતમ કર્યા કરે છે.
કોઈ નથી જંપીને બેઠું માણસ માતમ કર્યા કરે છે.
પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.
ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.
દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.
*********************ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.
સાવ બેફિકર હસતુ રમતુ બચપણ જોયુ
બળ્યુ ઝળ્યુને ઠોકર ખાતુ ઘડપણ જોયુ
સાત જનમનુ લાગતુ હતુ વિશ્વાસ ભરેલુ
એક ઝટકે એય તૂટતુ સગપણ જોયુ ...
*********************
અંદરથી અગન જેવુ બહારથી પવન જેવુ
આ શું દઈ દીધુ તે મિસ્કીન ને મન જેવુ ? ....
*********************
છોડીને આવ તું ...
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.
પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.
સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.
‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન'
No comments:
Post a Comment