એક વાર્તા...
એકવાર એક એક વેપારી એ એના છોકરાને સુખનો અર્થ સમજવા દુનિયાના સૌથી શાણા માણસ પાસે મોકલ્યો. લાંબી દ્ડ્મજલ પછી એ છોકરો ત્યા પહોચ્યો. એ માણસને ત્યા બહુ ભીડ હતી. આખરે બે કલાકે એનો નંબર આવ્યો. એ છોકરાએ પેલા શાણા માણસને એના આવવાનુ કારણ જણાવ્યુ. પેલા માણસે કહ્યુ કે હમણા મને સમય નથી તો હુ નવરો થાઉ ત્યા સુધી તુ એક કામ કર.
"સાંભળ છોકરા ! સુખી થવુ હોય તો દુનિયા આખી જોવાનો મોહ રાખવો, એને માટે પ્રયત્ન પણ જરુર કરવાનો પણ હાથમાના તેલના ટીપા ભૂલવાના નહિ. " પેલા માણસે કહ્યુ.
એકવાર એક એક વેપારી એ એના છોકરાને સુખનો અર્થ સમજવા દુનિયાના સૌથી શાણા માણસ પાસે મોકલ્યો. લાંબી દ્ડ્મજલ પછી એ છોકરો ત્યા પહોચ્યો. એ માણસને ત્યા બહુ ભીડ હતી. આખરે બે કલાકે એનો નંબર આવ્યો. એ છોકરાએ પેલા શાણા માણસને એના આવવાનુ કારણ જણાવ્યુ. પેલા માણસે કહ્યુ કે હમણા મને સમય નથી તો હુ નવરો થાઉ ત્યા સુધી તુ એક કામ કર.
એક ચમચી મા તેલના ચાર ટીપા નાખી પેલા છોકરાને આપે છે અને કહે છે ," જો આ ચમચી હાથમા પકડી તુ મારા આખા ઘર ને જોઈ વળ. ને તુ આમતેમ ફરતો હોય તો આ ચમચી માથી એક પણ ટીપુ બહાર ના પડવુ જોઈએ."
છોકરો એક પછી એક ઓરડામા ફરવા માડે છે પણ એની આખો તો ચમચી પર ચોટેલી હોય છે. કલાક પછી એ પાછો ફરે છે. પેલો માણસ પૂછે છે,
"સારુ ભાઈ તે શુ જોયુ ? મારા ઘરની બારીઓના પડદાઓનુ ભરતકામ જોયુ ? પેલા ચોથા ઓરડાની છત પર ઝુલતુ ઝુમ્મર જોયુ ? પેલા પગથીયા પરના આરસના પૂતળા જોયા? પુસ્તકાલય જોયુ ? એમા કઈ કઈ ભાષાના પુસ્તકો છે એ જોયા ?"
છોકરો છોભીલો પડી જાય છે ને કબૂલે છે, " મારુ ધ્યાન તો તેલના ટીપા સાચવવામા જ હતુ ."
પેલો માણસ," કઈ વાધો નહિ. જા ઉપડ મારા ઘરમા જોવા જેવુ ઘણુ બધુ છે. જા !"
ચમચી લઈ ને છોકરો જાય છે ને આ વખતે આખા ઘરને ધ્યાનથી જોવે છે. ને જાતભાતની વસ્તુઓ જોઈ ચકિત થઈને પાછો આવે છે ને પેલા માણસને પોતાની યાત્રાનો અહેવાલ આપે છે.
ને પેલો માણસ પૂછે છે , "સારુ, પણ ચમચીમાથી તેલ ક્યા છે ?"
પેલો છોકરો પાછો છોભીલો પડી જાય છે તેલ તો ઢોળાઈ ગયુ હતુ.
કેટલીક વાર આપણે અમુક વસ્તુઓ મા એટલા involve થઈ જઈએ છીએ કે ખુદ ને ભુલી જતા હોઈએ છીએ, ને ક્યારેક ખુદમા એટલા involve થઈ જઈએ છીએ કે આપણી આસપાસ પણ બીજા અસ્તીત્વો છે ને એમને પણ સારી ખોટી લાગણીઓ હોય છે એ પણ ભુલી જઈએ છીએ..... આવી તો ઘણી બાબતો છે લાઈફ મા જેમા બેલેન્સ રાખવુ બહુ જરુરી છે. ચમચી મા તેલ ના ટીપા સાચવીને દુનિયા જોવી કદાચ એ જ જીવન છે...
અને હવે કેટ્લાક સત્યો....
કેટ્લાક સત્યો યુનિવર્સલ હોય છે, જ્યારે કેટલાક સત્યો દરેકને એના જીવન માથી પ્રાપ્ત થતા હોય છે, એ એક જેવા પણ હોઈ શકે છે ક્યારેક અલગ પણ હોઈ શકે છે.... જેમકે ....
- જીવનમા બધાને ખુશ રાખવા શક્ય નથી, અને એ જરુરી પણ નથી.
- જે લોકો આપણી નજીક હોય એ લોકો આપણા જીવનનો ભાગ બની જતા હોય છે, પણ પછી આપણે એ લોકોની અપેક્ષા પ્રમાણે ના વર્તીએ તો એ લોકો ગુસ્સે થાય છે, આવા સમયે એક સત્ય એ કામ મા આવે છે કે - બીજાએ કેવું વર્તન કરવુ એ બધા જાણતા હોય છે , પણ પોતે શુ કરવુ એનો ખ્યાલ ભાગ્યે જ કોઈને હોય છે.
- લાઈફ્મા ક્યારેય કોઈ 'વ્યક્તિ'ના પક્ષમા નહિ, પણ હમેશા 'સત્ય'ના પક્ષમા રહેવુ. ચાહે પછી સત્ય તમારા દુશ્મન ના પક્ષે કેમ ના હોય ! મા-બાપ હોય, દોસ્ત હોય કે ગમે તેવી આદરણીય વ્યક્તિ હોય ... એ લોકો પણ માણસો જ છે ... ને એ લોકો પણ ખોટા હોઈ શકે છે... એટલે જ્યારે બે માથી કોઈ એક વ્યક્તિ ને સાથ આપવાનો આવે ત્યારે એ વ્યક્તિ સાથે નો સંબંધ નહિ પણ એનામા રહેલા સત્ય ને જ જોવુ... નિર્ણય કરવો સહેલો થઈ જાય છે.
- પોતાની ઈચ્છા, પોતાના સપના પૂરા ના થાય ત્યારે કોઇ બીજાની ઈચ્છા બીજાના સપના પૂરા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવા બીજા લોકો જેઓ તમારી થોડીક મદદ થી એમની ઈચ્છા પૂરી કરે શકે એમ હોય છે.. એટ્લીસ્ટ બીજાની ઈચ્છા પૂરી કરીને તમે કઈક કર્યા નો સંતોષ તો છેવટે મેળવી શકશો ! :)
All is well!
ReplyDelete